ભાજપના સાંસદ અને પીઢ અભિનેતા પરેશ રાવલે એવો હુંકાર કર્યો હતો કે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ મારા સિવાય કોઇ શ્રેષ્ઠ રીતે ન કરી શકે.
પરેશ અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલનો રોલ કરી ચૂક્યો છે અને એ અગાઉ એક કરતાં વધુ વખત એવું પણ જાહેર કરી ચૂક્યો છે કે એની ઇચ્છા નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મ કરવાની છે.
અગાઉ મેરી કોમ અને સરબજિત જેવી બાયો-ફિલ્મો કરીને નેશનલ એવોર્ડ મેળવી ચૂકેલા ફિલ્મ સર્જક ઉમંગ કુમારે નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મ માટે વિવેક ઓબેરોયને સાઇન કર્યો હતો. સ્વાભાવિક રીતે જ આથી પરેશ રાવલ અકળાઇ ગયો હતો. એને પોતાની મહત્ત્વાકાંક્ષા ધૂળમાં મળી જતી જણાઇ હતી.
જો કે પછી એણે ઉમેર્યુ ંહતું કે હાલના વડા પ્રધાન તો બહુમુખી પ્રતિભા છે. એમના જીવનની ઘણી વાતો એવી છે જેના પરથી બીજી ત્રીજી ફિલ્મ પણ બની શકે. હું એવો કોઇ મુદ્દો અલગ રીતે રજૂ કરતી ફિલ્મમાં વડા પ્રધાનનો રોલ કરીશ.