હિરાભાઈનાં સમર્થનમાં રાજુલા પંથકમાં મહિલાઓ મેદાનમાં

929
guj7122017-3.jpg

હીરાભાઈ સોલંકીને સમર્થન આપવા રાજુલા જાફરાબાદ તાલુકાની રણચંડીઓ મેદાને વઢેરા, બલાણા, ધારાબંદર, ચિત્રાસર ભાડામાં ઠેર ઠેર મહિલા સંગઠનો દ્વારા મીટીંગો કરાઈ હતી.
હીરાભાઈ સોલંકીના સમર્થનો આપવા રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના પુરૂષ સંગઠનો જોરદાર જોયા પણ હવે પ્રચારના ગણતરીના દિવસો બાકી હોય હવે મહિલાઓ રણચંડી બની ગામડે ગામડા ખુંદવા લાગી જેમા આજે વઢેરા, બલાણા, રોહીસા ધારાબંદર, ચીત્રાસર, વડલી કેરાળા, ભાડા જેવા ગામોના પ્રવાસ દરમિયાન ચીત્રાસરને સેન્ટર બનાવી સરપંચ છગનભાઈ દ્વારા જહેમત ઉઠાવી તેની ટીમ દ્વારા મહિલાઓની જબરજસ્ત મીટીગો શરૂ થઈ જેની કલ્પના ન હતી તેવી મહિલા સંગઠનો દ્વારા રીના બહેન ચેતનભાઈ શીયાળ, ચંચળબહેન હીરાભાઈ સોલંકી મયુરીબેન જે કોલેજ કોંગ્રેસને જાકારો આપી ભાજપને જીતાડવા મહિલા પાંખના શાન્તુ બહેન હીરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાનેથી ચીત્રાસરના ભાનુબેન નારણભાી વર્ષાબેન છગનભાઈ મકવાણા લાડુ બહેન બાવકુભાઈ તેમજ રેખાબહેન મકવાણા રેખાબેન ઉમટ અને રેખાબેન ચોહાણા આ ત્રણ ત્રણ રેખા બહેનો એક સાથે પ્રવાસે નિકળતા કોંગ્રેસ પક્ષે ભુકંપ જેવી સ્થિતી અનુભવાઈ રહી છે.

Previous articleશિયાળબેટ પ્રા. શાળાની છતમાંથી પોપડા પડ્યા
Next articleડો.આંબેડકરને શ્રધ્ધાંજલી અપાઈ