રોસ ટેલરના ૧૩૭ અને હેનરી નિકોલસના ૧૨૪રનની સહાયથી ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામેની ત્રીજી વનડે ૧૧૫ રનથી જીતી હતી. ટૉસ જીતીને શ્રીલંકાએ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝીલેન્ડે ૩૧ રનમાં ૨ વિકેટ ગુમાવ્યા બાદ કેન વિલિયમ્સનના ૫૫, રોસ ટેલરના ૧૩૭ અને હેનરી નિકોલસના ૧૨૪ રનની મદદથી પ્રથમ બેટિંગ કરતા ૩૬૪ રનનો જંગી સ્કોર ખડક્યો હતો. શ્રીલંકા તરફથી લસિથ મલિંગાએ ત્રણ જયારે લકસન સંદકને એક વિકેટ લીધી હતી. ૩૬૫ રનનો પીછો કરતા લંકા ૨૪૯માં તંબુ ભેગું થઈ ગયું હતું. થિસારા પરેરાના ૮૦ રન સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટું યોગદાન આપી શક્યા ન હતા. કિવિઝ માટે લોકી ફર્ગ્યુસને ૪ અને ઈશ શોધીએ ૩ વિકેટ લીધી હતી. જયારે ટિમ સાઉથી અને જેમ્સ નીશમે ૧-૧ વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે એક સમયે ૩૧ રનમાં ૨ વિકેટ ગુમાવી હતી. તે બાદ કેપ્ટ્ન કેન વિલિયમ્સન અને રોસ ટેલરે ૧૧૬ રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર ૨૬.૨ ઓવરમાં ૧૪૭ રને પહોંચાડ્યો હતો. વિલિયમ્સન ૫૫ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયો હતો. તે બાદ ટેલર અને નિકોલસે ૧૫૪ રનની ભાગીદારી નોંધાવી ટીમને વિનિંગ ટોટલ સુધી પહોચાડ્યું હતું.