ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં આવેલા ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે સિનિયર સિટીઝનોનો સ્નેહમિલન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. જેમાં અમદાવાદના ઘોડાસર, ઇસનપુર, મણિનગર સહિતના વિસ્તારના ૩૫૦થી વધારે વડિલો ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર સિટીઝને રાસ-ગરબા,ભજન-કિર્તન કર્યું હતું. ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.