CM વિજય રૂપાણીની સંવેદનશીલતા ફરી સામે આવી છે. સરગાસણ નજીક અકસ્માત જોઈ કોન્વોય રોક્યો હતો. તેમજ એક્ટિવા ચાલક ઘાયલની સારવારના આદેશ આપ્યા હતા. તથા કાફલાની સ્પેર કારમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રુપાણી ગાંધીનગરથી અમદાવાદ તરફ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા, ત્યારે ઘ-૦થી સરગાસણ પાસે એક એક્ટિવા વાહનને થયેલા અકસ્માતને જોઇને પોતાના કોન્વોયને થંભાવી દીધો હતો. અને અકસ્માતમાં ઘાયલ થયેલાને તાત્કાલિક સારવાર મળે એનો આદેશ આપ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાફલામાંથી સ્પેર કારમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને બેસાડી સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ખસેડવા સૂચના પણ આપી હતી.