ઉત્તરાયણએ આનંદ અને ઉત્સાહનો પર્વ છે. ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ધાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારંવાર મળી રહે તેવા આશયથી સમગ્ર રાજયમાં કરૂણ અભિયાનનો આરંભ કરવામાં આવે છે. આ અભિયાનને વધુ સાર્થક બનાવવાના ઉમદા આશયથી આજે ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
ઉત્તરાયણ દરમ્યાન કેટલાય લોકો ધાબા પરથી પડી જવાના બનાવા બનતાં હોય છે. તેમજ કેટલાય અબોલા પક્ષી – પશુઓ અને ટુ – વ્હીલર ચાલકો દોરીથી ધાયલ થતાં હોય છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરૂણા અભિયાન અતર્ગત ઉત્તરાયણ- ૨૦૧૯ના પર્વમાં આવી કોઇ ધટનાનો ભોગ બનનાર વ્યક્તિ અને પશુ- પક્ષીઓને તાત્કાલિક સારંવાર મળી તેવા ઉમદા આશયથી સમગ્ર જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવનાર છે. પશુ- પક્ષીઓ ધાયલ થાય તો કરૂણા અભિયાન એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર – ૧૯૬૨ પર સંપર્ક કરી શકાશે. તે ઉપરાંત ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૨ થી ૧૫ મી જાન્યુઆરી, ૨૦૧૯ માટે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવનાર છે. જેનો નંબર – ૦૭૯ ૨૩૨ ૫૬ ૭૨૦ છે. તેની સાથે ગાંધીનગર જિલ્લા વન સંરક્ષકની કચેરી દ્વારા તા. ૧૦મી થીતા. ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૯ દરમ્યાન તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવનાર છે. જેમાં દહેગામ તાલુકા માટેના કંટ્રોલ રૂમનો નંબર –૦૨૭૧૬- ૨૩૩૦૭૪, કલોલ તાલુકા માટેના કંટ્રોલ રૂમનો નંબર- ૦૨૭૬૪ ૨૨૨૧૫૨, માણસા તાલુકા માટેના કંટ્રોલ રૂમનો નંબર ૦૨૭૬૩ ૨૭૦૯૩૪ અને ગાંધીનગર માટે વન ચેતના કેન્દ્ર સેકટર- ૩૦ કંટ્રોલ રૂમ નંબર – ૦૭૯ ૨૩૨ ૬૦૬૩૨ અને ૨૩૨ ૪૬૯૨૨ છે.
આ અંગે લોક જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ જીવદયાપ્રેમી આ અભિયાનમાં સહભાગી બને તેવા ઉમદા આશયથી જિલ્લાના વિવિધ સ્થળોએ રેલી, બેનર્સ અને અન્ય રીતે પ્રચાર- પ્રસાર કરવાની કામગીરી માટેની વાત પર પણ ભાર મુક્યો હતો. આગામી દિવસોમાં આ અંગે સુચારું આયોજન કરવા પણ સંબંઘિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ ગાંધીનગર જિલ્લામાં ચાઇનીઝ દોરી- તુક્કલ ન વેચવા અંગેના જાહેરનામાનો પણ કડક રીતે અમલ કરવા પણ સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. ઉત્તરાયણનો તહેવારનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ હોવાથી આ દિવસ દરમ્યાન નદી કાંઠે સ્નાન કરવા જતાં લોકોની સલામતી અને સુરક્ષા માટે ભાટ જેવા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમને હાજર રહેવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ર્ડા. રતનકંવર ગઢવી ચારણ, નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. હેલ્પલાઇન નંબર- ૧૯૬૨ અને ૦૭૯ ૨૩૨ ૬૦૬૩૨ તથા ૦૭૯ ૨૩૨ ૪૬૯૨૨.