મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ઔડાના ર૮પ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમૂર્હત કરતાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના પરસેવાનો એક એક પૈસો વિકાસ કામોમાં વપરાય તેવી પારદર્શી-ભ્રષ્ટાચાર રહિત અને સુઆયોજિત વ્યવસ્થા વિકસાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં યોજનાઓના ભૂમિપૂજન થતાં પણ વરસો સુધી કામો પૂર્ણ જ ન થતાં, અમે જેના ખાતમૂર્હત કરીયે તેના લોકાર્પણ પણ અમે જ કરીયે તેવી સમયબધ્ધ કાર્યયોજના ત્વરિત નિર્ણયશકિત અને પારદર્શીતા દર્શાવી છે.
મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાના વિકાસ કામો અંતર્ગત ઓઢવ બ્રિજનું લોકાર્પણ, શાંતિપુરા બ્રીજનું ભૂમિપૂજન, દહેગામ બ્રિજનું ભૂમિપુજન, શેલા ટાઉન હોલ ભૂમિપુજન, કઠવાડા ટાઉન હોલ ભૂમિપુજન, મણીપુર-ગોધાવી-ઘુમા ડ્રેનેજ લાઇન ભૂમિપૂજન, બોપલ ગાર્ડન તથા બાસ્કેટ બોલ કમ વોલીબોલ કોર્ટનું લોકાર્પણના વિકાસ કામોની ભેટ મહાનગરને ચરણે ધરી હતી.
તેમણે જણાવ્યું કે, વિકાસ માટે ૧ લાખ ૮ર હજાર કરોડ કરતાં પણ વધુ રકમનું વિકાસ બજેટ છે. મુખ્યમંત્રીએ બોપલ નગરપાલિકા વિસ્તારને આગામી સમયમાં રૂ. ૧૬૦ કરોડનાં ખર્ચે ૬૦ સ્ન્ડ્ઢ નર્મદાના નીર પૂરાં પાડવાની વિકાસલક્ષી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે, ૧૦ વર્ષ પહેલાં બોપલ ઘુમામાં કંઈ નહોતું તેની જગ્યાએ આજે બોપલ ઘુમા વિસ્તાર વિકાસથી ધમધમી રહ્યો છે. મુખ્યમંત્રીએ રૂ. ૫૭.૫૦ કરોડનાં ખર્ચે બનનાર ઓઢવ બ્રિજનું લોકાર્પણ, રૂ. ૯૪.૧૮ કરોડનાં ખર્ચે બનનાર શાંતિપુરા બ્રીજનું ભૂમિપૂજન, રૂ. ૬૦.૪૭ કરોડનાં ખર્ચે બનનાર દહેગામ બ્રિજનું ભૂમિપુજન, રૂ. ૨૯.૨૪ કરોડનાં ખર્ચે બનનાર શેલા ટાઉન હોલ ભૂમિપુજન, રૂ. ૨૯.૨૭ કરોડનાં ખર્ચે બનનાર કઠવાડા ટાઉન હોલ ભૂમિપુજન, રૂ. ૧૮.૩૭ કરોડનાં ખર્ચે બનનાર મણીપુર-ગોધાવી-ઘુમા ડ્રેનેજ લાઇન ભૂમિપૂજન, રૂ. ૨.૦૦ કરોડનાં ખર્ચે બનનાર બોપલ ગાર્ડન તથા બાસ્કેટ બોલ કમ વોલીબોલ કોર્ટનાં અંદાજીત રૂ. ૨૮૫ કરોડના કાર્યોનું લોકાર્પણ, ખાતમૂહૂર્ત ડીજીટલ રીતે કર્યું હતું.
મુખ્યમંત્રીએ વિવિધ દાતાઓ તરફથી મળેલા કુલ રૂ. ૧૧.૦૩ લાખના કન્યા કેળવણી નીધિના ચેક સ્વીકાર્યા હતા.
રૂ. ૩૫૦ કરોડના ખર્ચે ૨૮૦૦ મકાનનું આયોજન હાથ ધરાયું હતું જે પૈકી ૧૪૦૦ મકાનો તૈયાર થઈ ગયા છે અને ૧૪૦૦ મકાનો ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે.