ઓનલાઈન વ્યાપારનાં સમયમાં ઘર બેઠા દવાઓની ખરીદી કરવા પર લાગેલા પ્રતિબંધને હટાવવા અંગેની માંગને હાઈકોર્ટે નકારી છે. કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યુ છે કે ઓનલાઈન દવાઓનાં વેચાણ પર પ્રતિબંધ યથાવત રહેશે.દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ઓનલાઈન ફાર્મસી દ્વારા દવાઓના વેચાણ પર પ્રતિબંધ હટાવવાની અરજીને ફગાવી છે. કોર્ટે કહ્યુ કે, સુનાવણી અગામી ૬ ફેબ્રુઆરી સુધી આ પ્રતિબંધ રહેશે, કેન્દ્ર સરકારનાં વકીલે જણાવ્યું કે, આ પ્રકારનાં એકમો માટે નિયમો બનાવવામાં આવશે.મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન તથા ન્યાયમૂર્તિ વી.કે રાવની બેંચે કહ્યું કે, આ અંગે બંધારણીય નિયમ બાનવવામાં આવશે, અંતિમ ચુકાદામાં બદલાવ કરાવામાં નહિ આવે. કેન્દ્ર સરકાર આ અંગે નિયમ બનાવી રહી છે.
સુનાવણી દરમિયાન એક ઓનલાઈન ફાર્મસીએ જણાવ્યું કે. મદ્રાસ હાઈકોર્ટે દવાઓનાં ઓનલાઈન વેચાણ પરનાં પ્રતિબંધને હટાવી દીધો છે. દવાઓનું ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓએ કોર્ટને દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ હટાવવાની માંગણી કરતા કહ્યું કે, તેઓ દવાઓનું વેચાણ કાયદાને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન કર્યા વિના કરે છે.