રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકને નવજીવન મળ્યું

911

ગુજરાત સરકારના નુતન અભિગમ વાળો શાળા આરોગ્ય કાર્યક્રમમાં હૃદય, કેન્સર, કોડની તેમજ કલબફુટ – જન્મજાત ખોટ- ખાપણ અન્વયે પ્રથમ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી કેન્દ્રોમાં તપાસણી કરીને આરોગ્ય કર્મચારી દ્વારા તપાસણી હાથ ધરીને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્યની ડોકટરની ટીમ દ્વારા તપાસ કરીને આગળ રીફર કરાય છે. ભાવનગરથી જરૂર પડે તો અમદાવાદ – મદ્રાસ સુધી મફત સારવાર મળે છે. તાજેતરમાં સિહોરમાં રાજીવનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ભાદરકાના બાળક જન્મ સમયે જ વાંકા  પત્ર – કલબફુટની તકલીફ હતી. બાળક ર૦ જ દિવસનું હતું અને તે સિહોર તાલુકાની આર.બી.એસ.કે. ડોકટર આંગણવાડી તપાસમાં મલય નામના બાળકને શોધી ક્ઢાયું. ડોકટર રૂપલબેન વૈષ્ણવ, ડો. સંજયભાઈ ખિમાણી દ્વારા બાળકની તપાસ કરીને ભાવનગર સર.ટી.માં રીફર કરાયું. ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ડો. કોમલબેન, ડો. મેહુલભાઈ ગોસાઈની સુચનાથી હાડકા વિભાગના ડો. પીનાકીનભાઈ વોરા, દ્વારા સાત પ્લાસ્ટર કરીને તા. ર૦-૮-ર૦૧૮ના રોજ ઓપરેશન કરાયું. ૧ર-૯-૧૮ના રોજ ત્યારબાદ  બાળક નાયગનું માપ લઈને બુટ પહેરવા આપેલ. વાલીએ આ કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હતો. આમ ગરીબ પરિવારના મુશ્કેલીવાળા બાળક સારી રીતે ચાલી શકે તેવી સ્થિતિમાં લાવીને બાળકના મુસ્કાનનું કારણ બન્યું છે. આમ રાષ્ટ્રીય બાળ સ્વ્સ્થ્‌ય કાર્યક્રમ અંતર્ગત હૃદય, કિડની, કેન્સર, કલબફુટ, કલબપેલેટ તથા અન્ય બાળરોગની મફત સારવાર મેળવી શકાય છે. આ સિધ્ધી બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડો. જયેશભાઈ વકાણી- તાલુકા હેલ્થ સુપરવાઈજર અનિલભાઈ પંડિત તથા ટી.એચ.વી. મીનાબેન ભટ્ટ દ્વારા અભિનંદન અપાયા હતી.

Previous articleપીપાવાવ પોર્ટ પર જુગાર રમતા ૫ શખ્સો ૪૯ લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે
Next articleદામનગર પોસ્ટ સંયુકત સંઘર્ષ સમિતિ દ્વારા બે દિવસ હડતાલ