સંયુકત ટ્રેડ યુનિયન દ્વારા રેલી, માનવ સાંકળ

1375

રાજય સરકારની કામદાર, કર્મચારી વિરોધી નિતિઓ સામે ૩પ જેટલા ટ્રેડ યુનિયનો દ્વારા આજથી બે દિવસ માટે સજ્જડ હડતાલ પાડેલ છે. જેના ભાગરૂપે આજે સવારે મોતીબાગ ટાઉનહોલ ખાતેથી વિશાળ રેલી કાઢી ઘોઘાગેટ ચોક ખાતે પહોંચી વિશાળ માનવ સાંકળ બનાવી સુત્રોચ્ચાર કરાયા હતાં. જેના કારણે રસ્તાઓ ચક્કાજામ થયા હતાં. કર્મચારીઓને ૧૮ હજાર લઘુત્તમ વેતન તથા ૬ હજાર લઘુત્તમ પેન્શન, પગાર વધારો સહિતની વિવિધ માંગણી સાથે બેંક, રેલ્વે, બીએસએનએલ, આઈસીડીએસ, આંગણવાડી સહિત ૩પ જેટલા ટ્રેડ યુનિયનો દ્વારા કાઢવામાં આવેલી રેલી તથા માનવ સાંકળમાં સીટુના અશોક સોમપુરા, રસુલખાન પઠાણ, બેંક વર્કસના જયેશભાઈ ઓઝા, પુનિતભાઈ ઓઝા તેમજ ભાવનાબેન રાવળ, ગંગાધર રાવળ, શીરીલ શુકલ, કમલેશ ભટ્ટ, પ્રકાશ રાઠોડ, સત્યપાલસિંહ વાઘેલા, ઘનશ્યામભાઈ પારેખ, આશીતભાઈ, રાજુભાઈ વાઘેલા, મનસુખભાઈ બારૈયા, કાનજીભાઈ ચુડાસમા, ઘનશ્યામ બારૈયા, રણજીતસિંહ ઝાલા સહિત આગેવાનો અને કર્મચારીઓ જોડાયા હતાં.

Previous articleસીમંતના બદલે મહિલાની અર્થી નિકળી
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદી શેત્રુંજી ડેમમાં નર્મદાના નીરના વધામણા કરશે..!!