વ્યસનમુક્તિ દ્વારા પ્રસન્નતા અને સફળતા

1328

વ્યસનો છોડવા માટે દ્રઢ ઈચ્છાશક્તિ (વીલપાવર)ખુબ જરૂરી છે. જો વીલ પાવર ઓછો હોય તો મનોવૈજ્ઞાનિક પાસે કાઉન્સેલીંગ (વાતો દ્વારા સમજણ)કરાવવું અને સારા પુસ્તકો વાંરવાર વાંચવા.

જો જીવનમાં હતાશા (ફસ્ટેશન) કે નિરાશા હોય તો તેની સારવાર પણ સાથે કરાવવાથી વ્યસન અને ડિપરેશન બંને દુર થશે.

કુટુબીજનોએ વ્યસનીનો તિરસ્કાર કરવાના બદલે (વ્યસન જે મહાદુર્ગુણ છે)તે સિવાય તેનામાં જે કંઈ સદગુણો હોય તેની વાત વાંરવાર કરવી.

રાજકોટથી ૫૦ કી.મી. દુર વીરનગર શીવાનંદ મિશનની હોસ્પિટલમાં દાખલ થઈ હજારો લોકો વ્યસનમુક્તિ બન્યા છે. આવી વ્યસનમુક્તિ હોસ્પિટલ કે કેન્દ્રોની સંખ્યા આપણે ત્યાં ખુબ ઓછી છે.

પ્રમુખ સ્વામી કહે છે કે પોલીસ સ્કુલ, કોલેજ વગેરે સમાજ માટે સારૂ કાર્ય કરે છે. તેવુ જ કાર્ય (જેમા વ્યસનમુક્તિ પણ આવી જાય છે)સંતો વધુ સારી રીતે કરી શકે છે.

પાંડુરગદાદા કહેતા મંદિર, મસ્જીદ કે ચર્ચમાં જતાં પહેલા બીડી, સીગારેટ કે તમાકુ ફેકી દઈએ છીએ. કારણ કે વિશ્વનાં પાલનહારનાં દરબારમાં પ્રવેશવું છે. પરંતુ એ કેમ ભુલી જઈએ છીએ કે આ વિશ્વસર્જક આપણા દિલમાં બેઠો છે. જે આપણા વ્યસનથી ગુંગળામણ અનુભવે છે. આ વાત સાંભળી ઘણાં ગામડાઓમાં સો ટકા વ્યસનમુક્તિ થઈ હતી.

છેલ્લા આધારભૂત સર્વે પ્રમાણે જે લોકોને મો, જીભ, શ્વસનતંત્રનો કેન્સર હતાં. તેમાનાં ૯૫ ટકા લોકોમાં કારણભૂત તરીકે ધુમ્રપાન, તમાકુ વગેરે હતાં.

જો તમે દરરોજ ૨૫ સિગારેટ પીતા હો અને તે છોડી તે રૂપીયા બચાવો અને દર મહિને ફિક્સમાં મુકો તો ૨૦ વર્ષ પછી સાડા ચાર લાખ રૂપીયા માત્ર વ્યનસમુક્તિની ભેટરૂપ જમા થાય છે. (હિસાબ કરી જોજો)પરંતુ એ યાદ રાખજો કે તમને જે તન, મન, પ્રાણ અને રૂહ (આત્મા)નું આરોગ્ય મળે છે. તે સાડા ચાર લાખ કરતાં ઘણું ઘણું વધારે છે.

વિશ્વભરમાં થયેલ સઘન અને આધારભૂત સંશોધનોએ છેલ્લા ૧૫-૨૦ વર્ષોમાં મો જીભ, પેટ તથા ગળાનાં ચેપ ન રૂઝાતા ચાંદા વગેરેને ગંભીર ગણાવ્યા છે. તેમા રહેલા રોગોનાં જીવાણું શરીરમાં પ્રવેશી ઘણા રોગો પેદા કરે છે. સાંધાનો રોગો જે પ્રસરી હૃદયનાં વાલ્વના રોગો જન્માવે છે. લકવો, ડાયાબીટીસ વ્હેલી પ્રસુતી ઓછા વજનનું બાળક જન્મવું ફેફસા, આંતરડાનાં તથા કીડનીનાં કેટલાક રોગો થવાની શક્યતા ચેપવાળા ગંદા મો ને કારણે વધે છે. જો મોં ના ચાંદા કે પેઢામાં રસી હોય તો તેનો સચોટ ઈલાજ કરવો. જેથી મો માં રહેલા મહાશત્રુ (બેકટરીયા વગેરે)મહામુલી કાયામાં મહારોગો પેદા ન કરે.

નવરો નખ્ખોદ વાળે, ખાલી મન એ શયતાનનું કારખાનું છે. અને એમ્પ્ટી માઈન્ડ ઈઝ ડેવીલ્સ વર્કશોપ અને કહેવતો ઉપરાંત અનેક ચિંતકો મહાપુરૂષો દ્વારા આ ઉપયોગી વાત કહેવાય છે. જીવનમાં પસ્ત (પાછળ)નાં રહેવુ હોય દુઃખી (ત્રસ્ત)ના થવુ હોય તો હરપળ વ્યસ્ત રહેવું. એ પણ એક ઉપયોગી ઉપાય છે. જરૂરી છે. આળસ અને કંટાળારૂપી મહાશત્રુઓને મારવાનો જે ઘણું મુસ્કેલ છે પણ અશક્યતો નથી જ.

એક : લાંબા ગાળાનાં તત્વજ્ઞાન અને ધાર્મિક ગ્રંથોાં અભ્યાસ બાદ અને સમજાયુ છે કે સુખી થવા માટે નિસ્વાર્થી બનવું અને ત્યાગવુ ત્યાગીને ભોગવવુ. બીજો ઘણી સાચી વાત છે દોસ્ત હું નિસ્વાર્થી તો છુ જ તેથી તુ સુખી થા તેમ ઈચ્છુ છુ માટે ત્યાગી દોસ્ત રૂા.પાંચ હજારની મારે જરૂર છે. ત્યાગીને ભોગવ સુખ થા તેવુ શભેચ્છા.

મનોવૈજ્ઞાનિક ડો.જેનસને આનંદ વિષે કાળજે કોતરવા જેવી વાત કરી છે. આપણે વ્યાપાર ધંધાનું આયોજન કરી શકીએ પરંતુ આનંદ એ આયોજીત કરવાની ચીજ નથી આકસ્મિક આનંદ મળે તે જ સાચો આનંદ આપણી ફરજ માત્ર કાર્યશીલ રહેવાની છે. એ દરમિયાન ભેટરૂપ આકસ્મિક મળી જાય તેટલા આંનદ પર આપણે અધિકાર છે. ડો. જેનેસને જે વાત કરી તે દરેક ધર્મોએ, ચિતકો અને વિચારકોએ પણ કરેલી જ છે.

દ્રઢ મનોબળવાળી વ્યક્તિઓનાં પુરૂષાર્થની સત્ય ઘટના વાંચવાથી અને વાગોળવાથી આ સદગુણ કેળવવામાં સહાય થાય છે. ટેરી ફોક્સ નામના કેનેડીયન યુવાનો એક પગ કેન્સરને કારણે કપાવવો પડ્યો હતો. છતાં તેણે એક ઐતિહાસિક મેરેથોન દોડ લસગાવી તેનો હેતુ હતો આ દોડ દ્વારા કેન્સર પીડીતોની સહાય માટે દસ લાખ ડોલર્સ એકઠા કરવાનો. એક પગે બ્રેસ લગાવી તે રોજ ૨૩ માઈલ દોડતો અને પાંચ મહિનાને અંતે કુલ ૩૩૩૯ માઈલ દોડ્યો ! અને દુનિયા વારી ગઈ ટેરી પર અને તેના લક્ષ્યાંક કરતા ૨૪ ગણા નાણા ૨૪૦ લાખ ડોલર્સ એકઠા થયા આનુ નામ મન હોય તો મોટી મેરેથોન દોડી શકાય. હે સર્જનહાર હે પાલનહાર ! જે પરિસ્થિતીને હું કદાપી બદલી જ નથી શકવાનો તે સ્થિતિને શાંતીથી સ્વિકારવાની શક્તિ આપ અને જે સ્થિતી બદલી શકુ તેમ છુ તેને બદલવાની તાકાત આપ. અને ખાસ તો બદલી જ ના શકાય તેવી અને પ્રયત્ન કરવાથી બદલી શકાય તે પરિસ્થિતી વચ્ચેનો તફાવત પારખવા સમજવાની શક્તિ અને ડહાપણ (સમજદારી)આપ. સ્વેટ માર્ડન ‘તમને થયેલ અન્યાયનો અન્ય સામે બળાપો કાઢો છો ત્યારે તમારી જાતને નબળી જાહેર કરો છો. ચીથરેહાલ માનનો જગતની દ્રષ્ટિએ પણ તેવો જ છે. સંવેદનાઓ અને વેદનાની ચરમસીમાએ દારૂ, તમાકુ, ધુમ્રપાન, સેક્સ, ચિત્તશામકત દવે કે દુષ્ટતા ધરાવતી કલબોનો સહારો માત્ર બદી, બદી અને બદી જ નોતરી જડતા લાવે છે. સંવેદનશીલતા ટકાવી રાખી યોગ્ય ઉપાયો શોધીએ તો ઉલટાની સર્જકતા વધે છે. અને મુશ્કેલીઓનો મૌલિક રસ્તો કે ઉપાય મળે છે.

દિવસ આખો ખુરશીમાં ખડકાઈ રહેતા અને પંલગમાં પડ્યા રહેતા આળસુ પાતળા (માનવી)કરતા, કસરત કરતો, હરતો ફરતો સ્ફુર્તિલો જાડીયો (મોબાઈ) પ્રમાણમાં વધુ સારૂ આરોગ્ય ધરાવતો હોય છે.

 

સુખી જીવનની સોનેરી ચાવી પ્રસન્નતા

હેલી બર્ટન નામના ચિંતકે લખ્યુ છે, પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે. ખુશી છે. અપ્રસન્નતા રોગ છે. અને દુઃ ખ છે.

જીવનમાં પામવા જેવો એક અગત્યનો ગુણ, બલકે મોટો ગુમ પ્રસન્નતા છે. પ્રસન્નતા પામવા માટે ઘણું પુરૂષાર્થ કરવો પડે. આ મુલ્યવાન ચીજ એમ સસ્તામાં ન મળે. જો કે દરેક માટે ખાસ કરીને યુવાનો માટે દ્રઢતાપૂર્વક પ્રયત્ન કરવાથી તે પામી શકાય પ્રસન્નતાથી સ્વાસ્થ્ય મળે એ જેટલુ સાચુ છે તેટલુ જ સ્વાસ્થ્ય દ્વારા પ્રસન્નતા મળે એ પણ સાચુ છે.

પ્રસન્નતા પામવા તન, મન અને આત્માની રોગમુક્તિ આળસમુક્તિ, તનાવ મુક્તિ (ટેન્શન ફ્રી), વ્યસનમુક્તિ અને નકારાત્મક વિચારોમાંથી મુક્તિ વગેરે જરૂરી છે. પ્રસન્ન વ્યક્તિ સાથે મિલન ઘણાં ઉપયોગી છે. (૨) કુદરતનું નિયમિત સ્મરણ (પ્રાર્થના બંદગી)હૃદયપૂર્વક અને શ્રધ્ધાપૂર્વક કરવા.(૩) જરૂરી આસનો, વ્યાયામ મેડીટેશન (ધ્યાન)વગેરે દ્વારા પ્રસન્નતા ચોક્કસ મળે છે. તેમ આરોગ્યશાસ્ત્રીઓ કહે છે. (૪) પ્રેરણાદાયી કટારો, લેખો વાંચો મનન કરી તેના સતત અને સખત (રિપિટ સતત અને સખત)સમજપૂર્વકના પુરૂષાર્થ વડે અમલ કરવાથી તથા પ્રસન્ન વ્યક્તિઓનાં વાણી વર્તન વિશે વાંચી તેમાંથી પ્રેરણા મેળવી તે દ્વારા પ્રસન્નતા મેળવી શકાય. પ્રસન્નતા મેળવવાનાં હજારો સુચનો છે પરંતુ સ્વામી વિવેકાનંદ કહ્યું છે તેમ હજારો વાતો વાંચવા કરતાં તેમાથી થોડી વાતો પર અમલ કરવો તે કરોડ ગણું ફાયદાકારક છે.  વ્યસનમુક્તિથી પ્રસન્નતા મળે તે વાત કદાચ વિચિત્ર લાગે, પરંતુ વ્યસનનાં સેવનથી મોડી મિનિટો માટે જ પ્રસન્નતા મળે છે તે પ્રસન્નતાનો ભ્રમ માત્ર છે (સ્યુડોચીઅર ફુલનેસ)વ્યસન છોડવાથી જે પ્રસન્નતા મળે છે તે દીર્ઘકાલીન અને સાચી પ્રસન્નતા હોય છે. તેવુ આધારભૂત સર્વેક્ષણ દ્વારા પુરવાર થયુ છે.

Previous articleપોસ્ટ કર્મચારીઓના ધરણા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે