વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા રાજ બબ્બરના પુત્ર અને બોલિવુડ સ્ટાર પ્રતિક બબ્બરે હવે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે. પ્રતિક ટુંક સમયમાં જ લગ્ન બંધનમાં બંધાઇ જશે. પ્રતિકે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં જ ૨૨મી જાન્યુઆરીના દિવસે ગર્લફ્રેન્ડ સાન્યા સાગર સાથે સગાઇ કરી હતી. હવે હેવાલ છે કે સગાઇના એક વર્ષ બાદ એટલે કે ૨૨-૨૩મી જાન્યુઆરીના દિવસે બંને લગ્ન કરનાર છે. બંનેના લગ્નના તમામ કાર્યક્રમ લખનૌમાં આયોજિત કરાશે. સાથે સાથે લગ્નની રસમ પણ લખનૌમાં યોજવામાં આવનાર છે. પોતાની સગાઇ બાદ પ્રતિકે કહ્યુ હતુ કે તેઓ લગ્નને લઇને તૈયાર છે. તેઓ લગ્નમાં વિશ્વાસ રાખે છે. સાન્યાની સાથે પોતાના સંબંધને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. રિપોર્ટ મુજબ પ્રતિક અને સાન્યાના લગ્ન એક ખાનગી કાર્યક્રમમાં યોજવામાં આવનાર છે. જેમાં તેમના પરિવારના સભ્યો અને ખાસ મિત્રોને આમંત્રણ આપવામાં આવનાર છે. પ્રતિક અને સાન્યા આશરે ૧૦ વર્ષથી એકબીજાને ઓળખે છે. જો કે બંને એક વર્ષે પહેલા જ ડેટિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ બંનેએ પોતાના સંબંધને નવી ઉંચી સપાટી પર લઇ જવાનો નિર્ણય કર્યો છે.