ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વનડે મોડમાં આવી ગઈ છે. ટીમ હવે ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ રમશે, પરંતુ તેના મજગમાં વિશ્વ કપ હશે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપને કારણે જ પોતાની ટીમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ વચ્ચે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ વર્લ્ડ કપ માટે ટીમની પસંદગીના સ્પિનરનો પણ ખુલાસો કર્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે ૧૨ જાન્યુઆરીથી રમાશે, જ્યારે વિશ્વકપ ૩૦ મેથી શરૂ થશે.
કોચ રવિ શાસ્ત્રીએ તેના આ પ્રદર્શનની ખુબ પ્રશંસા કરી હતી. શાસ્ત્રીને લાગે છે કે કુલદીપનું ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રદર્શન તેને વિશ્વ કપ માટે પ્રથમ પસંદનો સ્પિનર બનાવી દે છે.
કોચ રવિ શાસ્ત્રીએ એક ટીવી ચેનલને કહ્યું, કુલદીપ તેનાથી વિશ્વ કપ માટે ખેલાડીઓની જમાનમાં આવી ગયો. તે લગભગ વિશ્વકપ રમનારી દરેક ભારતીય અંતિમ ઇલેવનમાં સામેલ થઈ શકે છે, કારણ કે તેને કાંડાથી સ્પિન કરવામાં ફાયદો મળશે. અમારે લગભગ બે ફિંગર સ્પિનરો વચ્ચે પસંદગી કરવાની જરૂર હશે કારણ કે કાંડાનો આ સ્પિનર હવે પ્રાથમિકતાની યાદીમાં છે.
કોચ શાસ્ત્રીએ કહ્યું, અમે તેને પરત જવાનું કહ્યું કારણ કે તે સતત ક્રિકેટ રમી રહ્યો છે. મને લાગે છે કે, તેને બે સપ્તાહ આરામ કરવાની જરૂર છે અને તે ફરી ભારત એ ટીમ સાથે જોડાશે.