બોટાદ તાલુકાના રસનાળ ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાતના મહેકમ સામે માત્ર આચાર્ય સહિત ત્રણ શીક્ષકો ભણાવી રહ્યા છે ધોરણ ૧ થી ૮ના વિધાર્થીઓને બે ધોરણના વિધાર્થીઓને ભેગા બેસાડી શિક્ષણ આપવામાં આવે છે. ઓછા શિક્ષકોને લઈ વિધાર્થીઓના ભણતર સીધી અસર પડી રહી છે.
અભ્યાસ કર્મ પૂરો ન થવાના કારણે વિધાર્થીઓમાં નાપાસ થવાનો ડર છે. તો આચાર્ય દ્વારા પણ ઓછા શીક્ષકો સામે વિધાર્થીઓનું ભણતર બગડતું હોય ત્યારે સરકારને ગણાવી જવાબદાર તેમજ ખાનગી શાળામાં પૂરતા શિક્ષકો સામે સરકારી શાળામાં ઓછા શિક્ષકો તેમજ અન્ય કામગીરી સોપાતા શિક્ષણ પર પડતી મોટી અસર પડી રહી છે. રાજ્ય સરકારની સર્વ શિક્ષા અભિયાનનું સૂત્ર છે કે, સૌ ભણે સો આગળ વધે પણ બોટાદ જિલ્લાના આ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને ભણવુંતો છે. પણ શિક્ષકો નથી. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું રસનાળ ગામની કે જ્યાં આ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮માં ૨૦૦થી પણ વધારે બાળકો અભ્યાસ કરે છે, તેની સામે શાળાનું મહેકમ ૭ શીક્ષકોનું હોય પણ આ શાળામાં માત્ર આચાર્ય સહિત ૩ શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે અપૂરતા શિક્ષકોમાં કારણે શાળામાં અભ્યાસ કરતા આ બાળકોના ભણતર સાથે ભાવિ બગડતું હોય તેવું લાગી રહ્યુ છે.
ભવિષ્યના ભણતરનો પાયો એટલે પ્રાથમિક શિક્ષણ જો નબળું હોય તો આ બાળકો કેવી રીતે આગળ વધશે તે સૌથી મોટા સવાલ સાથે આ શાળાના બાળકો પરીક્ષા નજીક આવે તે સમયે નાપાસ થવાની ચિંતા સાથે પરીક્ષા આપે છે. ત્યારે આ બાબતે શાળાના આચાર્ય પૂછતાં તેમણે જણાવેલ કે, મહેકમ ૭ શિક્ષકોનું હોય માત્ર ૩ શિક્ષકોના કારણે પૂરતો અભ્યાસ કરાવી શકતો નથી. જેને લઈ બાળકનું પાયાનું શિક્ષણ ખુબજ નબળું થાય છે.તેમજ અપૂરતા શિક્ષકોના કારણે બાળકોના ભણતર માટે સરકાર જવાબદાર હોય તેવું આચાર્ય સુરેશભાઈએ નિવદેન આપ્યું હતું.
તેમજ સરકારી અને ખાનગી શાળાના તફાવત વચ્ચે ખાનગી શાળાના શિક્ષકોને માત્ર અભ્યાસ પરજ ધ્યાન આપવાનું હોય છે. જ્યારે અમારે સરાકરી શાળામાં ઓછા શિક્ષકો હોવા છતાં અન્ય કામગીરી કરવી પડતી હોય જેના કારણે બાળકોને પૂરતું શિક્ષણ આપી શકાતું નથી તેનો કર્યો સ્વીકાર હતો.