ગાંધીનગરમાં ૨૦૧૬માં શહેરમાં ૮૧૨ અકસ્માતો નોંધાયા હતા. જેમાં ૨૮ લોકોનો જીવ ગુમાવ્યો હતો. તો ૨૦૧૭માં ૨૫૯ અકસ્માત નોંધાયા હતા જેમાં ૪૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે દર્શાવે છે કે અકસ્માતોના કુલ આંકડામાં ઘટાડો થયો છે પરંતુ જીવલેણ અકસ્માતો વધ્યા છે.
યુવાન હિતેશ મકવાણાને પુછતા તેણે મત વ્યક્ત કર્યો હતો કે, સીએમની સંદેવના તો સાચી છે પરંતુ અકસ્માતો અટકવવા જરૂરી પગલાં પણ એટલા જ જરૂરી છે. આડેધડ પાર્કિગ અને દબાણોને લીધે પણ ઘણા લોકો અકસ્માતોને ભોગ બને છે. આ અંગે કલેક્ટર એસ. કે. લાંગાએ કહ્યું હતું કે, ‘તંત્ર દ્વારા રોડ સેફ્ટી માટે જરૂરી પગલાં લેવાય જ છે. છતાં આ દિશામાં વધુ ચોક્કર પગલાં લેવા માટે વિવિધ વિભાગો સાથે આ દિશામાં વધુમાં વધુ ચોક્કસ કામગીરી થાય તેવો પ્રયાસ કરાશે અને જરૂરી પગલાં લેવાશે.’
ગાંધીનગરમાં ૧૦ દિવસમાં જ બીજો અકસ્માત જોઈને સીએમ રૂપાણીએ પોતાના કાફલો રોકાવ્યો છે. મંગળવારે સીએમ રૂપાણી ગાંધીનગરથી અમદાવાદ તરફ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે ઘ-૦થી સરગાસણ પાસે એક્ટિવાને થયેલો અકસ્માત જોઇને પોતાના કોન્વોયને થંભાવી દીધો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાફલામાંથી સ્પેર કારમાં ઈજાગ્રસ્ત મહિલાને બેસાડી સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ખસેડવા સૂચના આપી હતી.
ઉલ્લેખનિય છે કે, ૨૮ ડિસેમ્બરની રાત્રે રાસસણ પેટ્રોલપંપથી થોડે આગળ સરકારી ગાડીને થયેલો અકસ્માત જોતા રૂપાણીએ કાફલો થોભાવીને માહિતી મેળવી હતી. ત્યારે છેલ્લા ૧૦ દિવસમાં સીએમની સંવેદનના બે કિસ્સા સાચા પરંતુ અકસ્માતો ટાળવા માટે નક્કર પગલાં પણ તેટલાં જ જરૂરી છે.