ડ્રાઈવીંગ લાયસન્સ અંગે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય : વારંવાર લર્નીંગ ટેસ્ટ નહી આપવી પડે

886

જો તમે ર્લનિંગ લાયસન્સ બનાવડાવી દીધું છે પરંતુ નક્કી સમયમાં પર્મેનેન્ટ લાયસન્ય બનાવી શક્યા નથી તો તમારા માટે રાહતના સમાચાર છે. સરકારે ફરીથી ર્લનિંગ લાયસન્સ બનાવવા માટે ટેસ્ટ આપવી પડશે નહીં, દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગે લાયસન્સ બનાવનાર લોકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જલ્દીથી આ નિર્ણયને તમામ ઓથોરિટીમાં લાગૂ કરી દેવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ વિભાગના નિયમો અનુસાર ર્લનિંગ લાયસન્સની મર્યાદા ૬ મહિના માટે હોય છે. ર્લનિંગ લાયસન્સ બનાવવા માટે ૧ મહિના બાદ અને ૬ મહિના પહેલા સુધી પર્મેનેન્ટ લાયસન્સ બનાવી શકાય છે. પર્મેનેન્ટ લાયસન્સ બનાવવા માટે ટેસ્ટ આપવી પડે છે અને એને પાસ કરીને પર્મેનેન્ટ લાયસન્સ મળી જાય છે. પરંતુ ઘણા બધા લોકો પોતાના ર્લનિંગ લાયસન્સને પર્મેનેન્ટચ કરાવી શકતા નથી. હાલના નિયમો અનુસાર એક વખત ફરીથી ર્લનિંગ લાયસન્સના એક્સપાયર થવા પર ફરીથી ર્લનિંગ લાયસન્સ માટે ફરીથી ટેસ્ટ આપવી પડે છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગે આ નિયમમાં ફેરફાર કર્યો છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગે આ નિયમમાં ફેરફાર કરીને ફરીથી ર્લનિંગ લાયસન્સ બનાવવા માટે ફરજીયાત ટેસ્ટને ખતમ કરી દીધી છે. જલ્દીથી આ નવા નિયમોની તમામ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીમાં લાગૂ કરી દેવામાં આવશે. આ નિયમથી લાયસન્સ પ્રાપ્ત કરનાર હજારો લોકોને ફાયદો થશે.

દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગના હાલના નિયમો અનુસાર હાલ ફરીથી લાયસન્સ મેળવવા માટે ૫૫૦ રૂપિયા અને ૯૫૦ રૂપિયાની ફી થાય છે. પરંતુ વિભાગે એમાં પણ રાહત આપી છે. હવે ફરીથી ર્લનિંગ લાયસન્સ મેળવનાર લોકોએ બંનેમાં ૫૦ ૫૦ ઓછા રૂપિયા આપવા પડશે. તમને જણાવી દઇએ કે દિલ્હી સરકારે ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ ઉપરાંત યૂનિવર્સિટીઝ અને કોલેજોમાં પણ ર્લનિંગ લાયસન્સ બનાવવાની સ્કીમ શરૂ કરી છે.

Previous articleદારૂ પી રહેલો પોલીસ કોન્સ્ટેબલને ટોળાએ પકડીને પોલીસ હવાલે કર્યો
Next articleશાળામાં ચાલુ કલાસે શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહિ