શાળામાં ચાલુ કલાસે શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહિ

848

ગીર સોમનાથના જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટો આદેશ આપ્યો છે. હવેથી શાળાના સમય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકાશે નહીં.

શિક્ષકોના વર્ગખંડમાં મોબાઈલના બિનજરૂરી ઉપયોગના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પડતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. હવેથી શિક્ષકોએ વર્ગખંડમાં જતા અગાઉ આચાર્ય પાસે મોબાઈલ જમા કરાવવાનો રહેશે.

એક પરિપત્ર બહાર પાડીને શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે શાળાના શિક્ષકો શાળાના સમય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં. અત્રે જણાવવાનું કે ઘણા શિક્ષકો શાળામાં સતત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા રહેતા જોવા મળે છે. જેની અસર બાળકોના અભ્યાસ પર થતી હોય છે.

Previous articleડ્રાઈવીંગ લાયસન્સ અંગે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય : વારંવાર લર્નીંગ ટેસ્ટ નહી આપવી પડે
Next article પાકની નાપાક હરકત : ૩ ભારતીય બોટ સાથે ૧૮ માછીમારોનું અપહરણ