નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પ.બંગાળ પ્રદેશ અધ્યક્ષ મુકૂલ રોયની હાજરીમાં ખાન સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા
તૃણમૂલ કોંગ્રેસના લોકસભાના સાંસદ સૌમિત્ર ખાને ભાજપનો ભગવો ધારણ કર્યો છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ મુકૂલ રોયની હાજરીમાં સૌમિત્ર ખાને ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા હતા. ખાન ભાજપમાં જોડાતા લોકસભા ચૂંટણી અગાઉ જ ભાજપ કોલકાતામાં વધુ મજબૂત બનશે તેમજ ટીએમસીને જોરદાર ફટકો પડ્યો છે.
સૌમિત્ર ખાન અગાઉ ધારાસભ્ય પદે પણ રહી ચૂક્યા છે અને તેઓ બિશનપુર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. સૌમિત્ર ખાને સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હોવાની માહિતી પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી અને ત્યારબાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે બેઠક પણ કરી હતી.