ઉસરડ અને ભાણગઢ પ્રા.શાળામાં તમાકુ વિરોધી ચિત્ર પ્રદર્શન યોજાયું

723

ભાવનગર જિલ્લા પંચાયતના ટોબેકો સેલ દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢક, એપેડેમીક ઓફિસર ડો. પઠાણની સુચનાથી સિહોર તાલુકા હેલ્થ કચેરીના ડો. જયેશભાઈ વકાણીના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર ઉસરડના ડો. મનસ્વીબેન માલવીયા, ડો. લખાણીના સંકલનથી ઉસરડ પ્રા.શાળા ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયેલ. આ પ્રસંગે તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત દ્વારા વ્યસનોથી દુર રહેવા હાંકલ કરેલ. ટોબેકો સેલના હિરેનભાઈ મિસ્ત્રી દ્વારા વ્યસનોથી થતા નુકશાનો વિશે સમજણ આપેલ. વિજેતા બાળકોને સીઆરસી આચાર્યના હસ્તે ઈનામો અપાયા કાર્યક્રમનું સંચાલન પ્રા.આ.કેન્દ્ર ઉસરડના કરણસિંહ દ્વારા કરાયેલ. પ્રા.શાળા ઉસરડ તેમજ પ્રા.શાળા ભાણવઢના આચાર્ય સ્ટાફનો સહયોગ જોવા મળેલ.

Previous articleજે.કે.સરવૈયા કોલેજમાં વેલકમ પાર્ટી
Next articleઅમરેલી જીલ્લા કક્ષાના ગરીબ મેળાનું આયોજન