અમરેલી ખાતે જીલ્લા ગરીબ મેળાનું આયોજન ભવ્યાતિ ભવ્ય રીતે અને રાજયમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને થયું જેમાં હીરભાઈ સોલંકી જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ દ્વારા લાભાર્થીઓને મામલતદાર, ટીડીઓ દ્વારા ગરીબ પરિવારને લાખો રૂપિયાની વિધવિધ કીટો અર્પણ કરાઈ.
અમરેલી ખાતે રાજયમંત્રી આર.સી.ફળદુની અધ્યક્ષતામાં ગરીબ મેળાનું જીલ્લાના તમામ તાલુકાના આયોજનમાં રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના નેતા હીરાભાઈ સોલંકી, રાજુલા ડેપ્યુટી કલેકટર ડાભી, મામલતદાર ચૌહાણ, ટીડીઓ એન.પી.ત્રિવેદી તેમજ જાફરાબાદ મામલતદાર ચૌહાણ, ટીડીઓ કે.પી.વાઢેર, કમલેશભાઈ મકવાણા, રાજુલા વીભાગ તેમજ જાફરાબાદ વિભાગના લાભાર્થીઓને હીરાભાઈ સોલંકી, રવુભાઈ ખુમાણ તેમજ ડેપ્ય્ટી કલેકટર ડાભી સહિત બન્ને તાલુકાના મામલતદાર બન્ને તાલુકાના ટીડીઓ દ્વારા લાભાર્થીઓને રૂબરૂ વિધવિધ પ્રકારની કીટોનું અર્પણ કરાયું.