રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચી આરોગ્ય સેવાઓ ઉભી કરવામાં આવી રહી છે પણ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામના લોકો છેલ્લાં ૧૪ વર્ષ થી આરોગ્ય સેવા થી છે વંચિત .કારણે કે રસનાળ ગામે આવેલ આર્યુવેદિક દવાખાનું છેલ્લા ૧૦ વર્ષથી બંધ છે. અને ખાંઢેર હાલતમાં ૨૦૦૪ માં અહિયાં વર્ગ ૨ નું આર્યુવેદિક દવાખાનું શરુ કરવામાં આવેલ જેના કારણે રસનાળ ગામ તેમજ આજુબાજુના ૧૦ થી ૧૨ ગામના લોકો અહિયાં સારવાર માટે આવતા .પરતું કોઈ કારણો સર આ દવાખાનું બધ કરી દેવામાં આવતા હાલ તો દર્દીઓ ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે .રસનાળ ગામે આવેલ આ આર્યુવેદિક દવાખાનું હાલ તો ખંઢેર હાલતમાં જોવા મળી રહ્યું છે .દવાખાના માં ઠેર ઠેર જગ્યા પર ગંદગીના થર જામ્યા છે અને દવાખાના ની છત પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે .ત્યારે આ આર્યુવેદિક દવાખાનું શરુ કરવા માટે રસનાળ ગામના આગેવાનો અને લોકો દ્વારા તાલુકા પંચાયત ,જીલ્લા પંચાયત, કલેકટર કચેરી સહિત મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે અને જવાબ એકજ મળે છે કે થઈ જશે …ત્યારે હવે તો ગામ લોકો પણ આ જવાબ થી થાકી ગયા છે અને દવાખાનું વેહલી તકે શરુ થાય તેવી માંગ કરી રહ્યા છે . હાલ તો ગામમાં દવાખાનું હોવા છતાં લોકોને આરોગ્ય ની સારવાર માટે બહાર ગામ જવું પડે છે . આરોગ્ય ની કોઈ સુવિધા ન હોવાના કારણે રસનાળ ગામ તેમજ આજુબાજુના ૧૦ થી ૧૨ ગામના લોકોને સારવાર માટે ઢસા તેમજ વધુ સારવાર માટે બોટાદ,અમેરલી અને ભાવનગર જવું પડે છે .ત્યારે ગામ લોકોની એકજ માંગ છે કે જે આ દવાખાનું બંધ કરવામાં આવ્યું તે વહેલી તકે શરુ કરવામાં આવે .