બોટાદ જીલ્લાના રાણપુરના કુંભારવાડા વિસ્તારમાં રામસંગભાઈ રબારીના ઘર થી વિઠ્ઠલભાઈ ઓળકીયાના ઘર તરફ ૧૪ માં નાણાપંચ અંતર્ગત ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ હેડે મુજબ રસ્તાનુ કામ ૧૫ સે.મી.નુ બોક્ષ કટીંગ કરી ૬ એમ.એમ.ની ગ્રીડ સટલાઈ કરી પાથરણા કરી ૮૦ એમ.એમ. રબ્બલ ના બ્લોક બેસાડવામાં હતા તેની જગ્યાએ ધુળ કપચીના પેવર બ્લોક નાખેલ છે જે પ્રથમ દ્રષ્ટીએ ખોટુ સાબિત થાય છે ખોદકામ પણ નીયમ મુજબ કરેલ નથી તથા આ કામ વિઠ્ઠલભાઈના ઘર સુધી કરવાના બદલે બીજી શેરીમાં પેવર બ્લોક નાખેલ છે તેની પણ તપાસ થવી જરૂરી છે આવા બોગસ કામ ક્યા ક્યા વિસ્તારમાં કરવામાં આવ્યા અને રબ્ફલ બ્લોકની બદલે સીમેન્ટ કપચી માટીના બ્લોક ક્યાં ક્યાં બેસાડવામાં આવ્યા તથા તાલુકા પંચાયતના ક્યા એન્જીનીયરે આ બોગસ કામના બીલ પાસ કર્યા તેની તપાસ અનિવાર્ય તથા જરૂરી છે સરકારમાંથી નીકળતા લાખો રૂપિયા આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો પ્રજા સુધી પહોચવા દેતા નથી આની ઊંડાણથી તપાસ જરૂરી છે આ બાબતની ફરીયાદ રાણપુર શહેર ભાજપ પ્રમુખ ચેતનભાઈ ઠાકર,રાણપુર શહેર ભાજપ મહામંત્રી બાબુભાઈ મેરે રાણપુર ટી.ડી.ઓ.ને કરેલ છે આ આવેદનપત્ર આપીતી વખતે કુંભારવાડા ના આગેવાનો જગજીવનભાઈ મીઠાભાઈ, નાગરભાઈ ભીમાણી સહીત અનેક લોકો હાજર રહ્યા હતા આ પ્રકારની કામગીરી ને ગંભીરતાથી લઈ રાણપુર ટી.ડી.ઓ.મીહીકાબેન પરમારે તાત્કાલિક એન્જીનીયર ને ફોન કરી આ કામના બીલને અટકાવવા તથા નમુના લેવા સુચના આપતા કોન્ટ્રાક્ટર થથરી જાય તેવા હાલ થયા છે આ બાબતે પંચાયત મંત્રી તથા જીલ્લા વિકાસ અધિકારી ને પણ જાણ કરવામાં આવેલ છે.