પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન નિમિત્તે ઉમરાળા ખાતે યોજાયેલી બેઠક

1202

ભાવનગર જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરી-૨૦૧૯ની ઉજવણી ઉમરાળા તાલુકા મથકે યોજાનાર હોઇ જે અંગેની એક મીટીંગ ભાવનગર જિલ્લાના અધિક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આજે ઉમરાળા ખાતે યોજાઇ હતી.

પ્રજાસત્તાક પર્વની ઉજવણના સુચારૂ આયોજન થઇ શકે તે માટે અધિક કલેક્ટરે દરેક કચેરી-વિભાગોના અધિકારીઓ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી આયોજનના ભાગરૂપે આમંત્રણ કાર્ડ તૈયાર કરીને વિતરણ વ્યવસ્થા કરવી, વનવિભાગ દ્વારા વૃક્ષારોપાણ કાર્યક્રમમાં ૧૦ જેટલા રોપા(છોડ) નામાવલી સાથે તૈયાર કરાવવા, સર્કિટ હાઉસ ખાતે આરક્ષણની જરૂરી વ્યવસ્થા કરાવવી, મંડપ સુશોભન, ગ્રાઉન્ડનું લેવલીંગ, વીજ કનેક્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય ટીમની વ્યવસ્થા, વિભાગ વાઇઝ ટેબલો તૈયાર કરવા અંગેની વ્યવસ્થા, ઇનામ વિતરણ અંગેની જરૂરી યાદી તૈયાર કરવી, રમત ગમત ક્ષેત્રે શિક્ષણક્ષેત્રે, સુરક્ષાક્ષેત્રે સિઘ્ઘી મેળવનાર ખેલાડીઓના સન્માન કરવા અંગેની જરૂરી વ્યવસ્થા, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, તેમજ બેઠકમાં હાજર રહેલ તમામ વિભાગ-કચેરીઓના અધિકારીઓને વર્ષ ૨૦૧૭-૧૮માં થયેલ વિકાસ કામોની વિગતો મંત્રીની સ્પીચ માટે તૈયાર કરીને તાત્કાલિક માહિતી ખાતેને મોકલી આપવા અધ્યક્ષ સ્થાનેથી સુચના આપી હતી.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગેના આગોતરી તૈયારીના ભાગરૂપે ઉમરાળા ખાતે સ્થળ ઉપર તા. ૨૪/૧/૨૦૧૯ના રોજ સવારે ૯.૦૦ વાગે રીહર્સલ રાખવામાં આવનાર છે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગેની બેઠકમાં ભાવનગર જિલ્લાના પોલીસ વડા પ્રવિણ માલે જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કોઇ કચાસ ના રહી જાય તે માટે અધિકારીઓને સુચના આપી હતી.

આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગેની બેઠકમાં આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેર, જિલ્લા પંચાયત હાજર ના રહેતા તેમજ તેના પ્રતિનિધિ હાજર રહેલ જે અંગે અધિક કલેક્ટરે કડક સુચના આપતા જણાવેલ કે, આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર રાજ્યમાં અને દેશમાં થાય છે  તો દરેક અધિકારીઓએ બેઠકમાં હાજર રહેવુ જોઇએ અને જે અધિકારીઓ આજની મીટીંગમાં હાજર રહેલ નથી તેઓને શોકોઝ નોટીસ ફટકારવામાં આવશે તેમજ જે અધિકારી રજા ઉપર હોઇ તેઓના રજા રીપોર્ટ રજુ કરવાના રહેશે અન્યથા તેઓની સામે શિસ્ત વિષયક પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Previous articleમાણસ, સંસ્થા અને રાષ્ટ્ર બહારથી સ્વચ્છ અંદરથી પવિત્ર હોવા જોઈએ – પૂ. મોરારિબાપુ
Next articleટ્રેડ યુનિયનોએ આવેદનપત્ર આપ્યું