દેશી બનાવટની જામગરી બંદુક સાથે એકને ઝડપી લેતી SOG

830

આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા હરેશભાઇ ઉલવા ને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ વલ્લભીપુર તાબેના કંથારીયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનાભાઇ બચુભાઇ દલસાણીયા ઉ.વ.૩૮ રહેવાસી ગામ-કંથારીયા વાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleટ્રેડ યુનિયનોએ આવેદનપત્ર આપ્યું
Next articleરંગબેરંગી પતંગની ધૂમ ખરીદી…