ભાવનગર મહાનગર પાલિકા આઈસીડીએસ ઘટક-૧ ભીલવાડા આંગણવાડી કેન્દ્ર ૬૮માં સરકારની મહિલાઓનાં ઉત્થાન માટેની યોજના તળે સર્ગભા, ધાત્રી, કિશોરી બહેનોને પૂર્વ નગરસેવક ભુપતભાઈ દાઠીયાના વરદ હસ્તે અનાજ, તેલ, મીઠાઈની થેલીનું વિતરણ કરવામાં આવેલ. કેન્દ્ર સંચાલીકા જસ્મીનાબેન વ્યાસે સરકારની આ યોજનાનો ખ્યાલ આપ્યો હતો. તેડાગર મહિલા ભાવનાબેન અંધારીયા અને વિસ્તારનાં બહેનો, બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેન્દ્રમાં બહેનોના ઉત્થાન માટે જન જાગૃતિ અંગેનો ખ્યાલ આપવામાં આવેલ.