એક વાર લીંબુ મરચા સંસદ ભવનની બહાર પણ બાંધવા જોઈએ

1333

ગુડ મોર્નિંગ દોસ્તો બુધવારની સવારના આપ સહુને રામ રામ અને જય શ્રી કૃષ્ણ, હું ભાવિક જાટકીયા સુરતથી આપની સાથે ફરી એકવાર નવી ચર્ચા અને મુદ્દા સાથે લાવી રહ્યો છું આજનો વિષય એક જે આપણા દેશની અંદર બની રહેલ રોજિંદા ઘટનાનો એક ટૂંકમાં એહવાલ પ્રસ્તુત કરશે . આજે આપણે વાત કરીશું દેશમાં થતા સુધારા અને વધારા માટે પ્રજાના પ્રસ્તાવ જ્યાં મુકવામાં આવે છે તે સ્થળ એટલે કે સંસદ ભવન. દિલ્હી સ્થિત સંસદ ભવન કે જ્યાં ૧૩/૧૨/૨૦૦૧ ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારથીજ સંસદ ભવનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મૂળ મુદ્દા પર આપણે વાત કરીએ તો સંસદ ભવન કે જ્યાં રોજ તમને બૂમ, બરાડા અને જગડા જોવા મળે છે દરેક રાજ્યના જુદા જુદા સાંસદો પોતાના પ્રસ્તાવ મૂકીને પ્રજાના પૂછેલા અને તેમના દ્વારા મુકેલી માંગનો તખ્તો તેમના રાજ્યના સાંસદો પેહલા પોતાના રાજ્યમાં મંજુર કરાવે છે અને ત્યારબાદ તેના અમલીકરણ માટે આપણા દેશના મુખ્ય ૨ ગૃહ એમ લોકસભા અને રાજ્યસભામાં તેને પસાર કરાવે છે ત્યારબાદ તે કાનૂન કહો કે કાયદો તેને અમલ કરવામાં આવે છે સામાન્ય રીતે આને એક બિલ કહેવામાં આવે છે અથવાતો ઠરાવ. ૧૨૫ કરોડની વસ્તી ધરાવતો આપનો દેશના દરેક રાજ્ય જિલ્લા અને તાલુકામાં અલગ અલગ ફરિયાદ અને માંગો હોય છે જે નાગરિકો પોતાના નગરસેવક કે કોર્પોરેટરને કહે છે ત્યારબાદ કોર્પોરેટર તેના ક્ષેત્રના સાંસદ અને જે તે રાજ્યના મુખ્યમંત્રીને કહે છે અને મુખ્યમંત્રી કેન્દ્ર કક્ષાએ પ્રધાનમંત્રી પાસે પ્રસ્તાવ મૂકે તેમજ સંસદના સત્ર દરમ્યાન તેને બંને ગૃહમાંથી પાસ કરાવીને કાયદાને અમલ કરવામાં આવે છે. કોઈ પણ રાજ્યનો જયારે કોઈ એક વિશેષ અનામત કે પાણી કે પછી કોઈ ઓક્સિકનો આવે છે ત્યારે સારું થાય છે સંસદની અંદર ધમશાન યુદ્ધ એક વાર ક્યારેક તમે સંસદના ગૃહનું કામનું નિરીક્ષણ તમે દૂરદર્શન પર જોજો તો તમને ખબર પડશે કે કઈ રીતે કુતરા બિલાડાની જેમ આ લોકો રાડો પડે અને લડે જગાડે છે અને રોજના લખો કરોડો રૂપિયાના ખર્ચે ચાલતી સંસદની સભા થોડીક જ વારમાં આવી બબાલના કારણે સ્થગિત થઇ જાય છે અને જરૂરી મુદ્દા પર કામ થતું નથી અને મહિનાઓ સુધી મુકેલ ઠરાવનો પસાર નથી આવતો અને પરિણામે જાહેર જનતાને તેનું નુકશાન ભોગવવું પડે છે. સાંસદો લડે કે જગાડે પરંતુ તેમને તેમનો પગાર, રહેવા માટેનું ઘર અને મળતી સરકારી સુરક્ષા તો મળેજ છે ફક્ત નુકશાન જાય છે દેશના અર્થતંત્રને અને જેનો સીધો બોજો પડે છે આપણા દેશની જનતાના રોજિંદા બજેટ પર. રોજિંદા બજેટ ખોરવાતા માનવીને અવાકના સ્ત્રોતમાં મોટા ભાગે ઘટાડો જ મળે છે અને જેના પરિણામે તેનું ઘરનું અર્થતંત્ર વિખાય જાય છે. ટૂંકમાં જોવા જઈએ તો કોઈ પણ સરકાર અને તેના સાંસદો કે વિપક્ષના સાંસદો કામ કરે કે ન કરે તેને ભરણપોષણ મળીજ રહે છે પરંતુ તેજ વિધાયક કે સંસદને ચૂંટીને લાવનાર પ્રજાને દુઃખના આંસુ સારવા પડે છે તો એનો મતલબ તો એમજ થયોને કે પ્રજાના પૈસે આવા નેતાઓ પોતાનો રોટલો શેકે છે અને આપણું શોષણ કરે છે. ક્યાં સુધી આપણે આમને આમ શોષણ સહન કરતા રહીશું શું આપણે આપણા સમાજના કે ક્ષેત્રેના નેતાને લાવીને કોઈ ગુનો કર્યો છે આપણે આપણી માંગણી અને સવાલો ડાયરેક્ટ સરકારને કરી નથી સકતા એટલેજ આપણે તે પ્રસ્તાવ વિધાયક સુધી પોહ્‌ચાડીને સરકાર સામે પ્રસ્તુત કરીએ છે પરંતુ સંસદમાં થતા ધમાલને જોઈને તો એમ જ લાગે છે કે આપણે કરેલ માંગ આપણા માટે પગ પર કુલ્હાડી મારવા જેવું સાબિત થાય છે. દિવસેને દિવસે દેશની અંદર ભ્રષ્ટાચાર અને ગુનાખોરી વધતી જ જાય છે અને આપણે બસ બેઠા બેઠા મોદીએ આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ ક્યાં સુધી આમને આમ ચાલતું રહેશે ૨૧મી સદીમાં આવ્યા પછી હજી પણ નાના છોકરાની જેમ બાંધતા રહે છે. પરિવર્તન લાવા માટે આપણે જ આપણા હથિયાર મજબૂત કરવા પડે તો આજથીજ આપણે સહુ અંદર અંદર લડાઈ જગડા અને વિવિધ માંગો માટે આંદોલન કરવાનું છોડીને કામ ધંધા પર ધ્યાન આપીને આપણે આપણા વિકાસ અને આપણી જાતિ અને જ્ઞાતિને આગળ લાવવા માટે કટિબદ્ધ થઈએ જેથી કરીને આપણી એકતા અને સંગઠન જોઈને પ્રજાના નામે સંસદમાં ધમાલ કરનારા લોકો સમજી જાય છે અમે ભલે તમારી જેમ નવાબી શોખ અને હાઈ લેવેલની સિક્યુરિટી નથી વાપરતા પરંતુ અમે આમારા સમાજ અને દેશને આગળ લાવવા માટે રાત દિવસ મેહનત કરીએ છે. હું જે વાત કરું ચુ તે એટલી સહેલી અને જલ્દીથી થઇ જાય તે સંભવત નથી પરંતુ ક્યારેય તો આની સરુવાત કરવી પડશે જ ને આજે ૭૦ વર્ષ પછી પણ આપણા દેશની હાલતમાં સુધાર છે પરંતુ હજી પણ અપને ખુબજ જુના વિચારો અને ખોટા વાયદા અને નિયમમાં વિશ્વાસ કરીએ છે તો કરો પહેલ અને લાવો દેશમાં બદલાવ કારણ કે કોઈ પણ દેશની સરકાર આપણા થકી જ શાશન કરી શકે આપણને બનાવતા પણ આવડે છે અને બગાડતા પણ આવડે છે માટેજ થઇ જાવ સજ્જ અને છોડો ભાઈ ભાઈ વચ્ચેની લડાય. હાલના તબ્બકે આપણે સુધારો કરીશું ત્યારે જઈને ૧૫-૨૫ વર્ષે આની અસર દેખાશે પરંતુ મારા મુદ્દા અનુસાર હાલના તબક્કે તો સંસદના રોજના દ્રશ્યો જોઈને મારા મનમાં એક વ્યંગ ઉદ્ભવે છે આપણા ઘરમાં કાળી અને મેલી નજર ન લાગે તે માટે આપણે લીંબુ મરચા બાંધીએ છીએ તેવીજ રીતે સંસદ સભામાં પણ એવું એક યંત્ર રાખવું જોઈએ જેથી કરીને સાંસદો સમાજ અને દેશના કલ્યાણ માટે કામ કરે નહિ કે એક બીજા પાર કકળાટ ઠાલવે.

Previous articleઆંગણવાડી કેન્દ્રમાં મહિલાઓને અનાજ સહિતનું વિતરણ કરાયું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે