સરકારે વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાર્ક સ્થાપના અંગેની પોલીસી-૨૦૧૮ ની જાહેરાત કરી

718

રાજ્યમાં સૌર ઊર્જાની સાથે સાથે જ પવન ઊર્જાનું પણ ઉત્પાદન થાય અને બંને પ્રકારની પુનઃ પ્રાપ્યે ઊર્જા ઉત્પારદનને એકસમાન પ્રોત્સાડહન મળે તે માટે રાજય સરકારે વિન્ડન સોલાર – હાઇબ્રીડ પોલીસી – ૨૦૧૮ ની જાહેરાત ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે કરતાં જણાવ્યું હતું કે, આ પોલીસી અંતર્ગત રાજયમાં આવનારા ૧૦ વર્ષમાં ઓછામાં ઓછી  ૩૦ હજાર મે.વો. પુનઃ પ્રાપ્ય  ઊર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્યાં ક રાખવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું  હતું કે, જયાં સોલાર પાર્ક છે તે જ જમીનમાં સોલારની સાથે જ પવનચક્કી સ્થાપીને પવન ઊર્જા ઉત્પન્ન કરી શકાશે. આ જ રીતે વિન્ડા એનર્જી પાર્ક છે ત્યાં જ ખાલી જમીનમાં સોલાર પેનલો મૂકી, સૌર ઊર્જા ઉત્પન્ન કરી શકાશે. આ પોલીસીના કારણે જમીનની બચત થશે. એટલું જ નહીં પણ સોલાર અને વિન્ડ એનર્જી દ્વારા એકજ જમીનનો જુદા જુદા પ્રકારની પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પન્ન કરવા ઉપયોગ કરી શકાશે. ઉપરાંત રાજયની વણવપરાયેલી બીન ઉપજાઉ અને ખરાબાની પડતર જમીનનો રાજયના વિકાસ માટે ફળદાયી ઉપયોગ થશે. તેમજ વીજળીના પ્રવહન માટેની વીજ લાઇનોનો પણ તેની મહત્તમ ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરી શકાશે.

રાજય સરકાર દ્વારા આવા હાઇબ્રીડ પાર્ક ડેવલપરને સરકારી ખરાબાની જમીન ૪૦ વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવશે. આવા ડેવલપરે ૧૦ વર્ષમાં ભાડાપટ્ટે ફાળવાયેલ જમીન ઉપર તેમના પ્રોજેકટના ૧૦૦ ટકા ક્ષમતા ઉભી કરી, પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદિત કરવાની રહેશે. પાર્ક ડેવલપરને સરકારી જમીનના ઉપયોગ બદલ પ્રતિ હેકટર રૂા.૧૫૦૦૦/- વાર્ષિક ભાડુ સરકારને ચુકવવાનું રહેશે તથા દર ત્રણ વર્ષે આ ભાડામાં ૧૫ ટકાનો વધારો કરવામાં આવશે. પાર્ક ડેવલપર આ જગ્યા સબલીઝ કરે તો પણ આ દરો ચુકવવાના રહેશે.  વધુમાં, પ્રતિ હેકટર રૂ.૧૫/- હજાર પ્રતિ વર્ષ માળખાકીય સુવિધા માટે ચુકવવાના રહેશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next article૧૦ ટકા અનામતનો વિરોધ શરુ, દલિત- ઓબીસી સંગઠનોની આંદોલનની ચીમકી