સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરજ બજાવતા ૨૦૦થી વધુ કર્મચારીઓને ૩ મહિનાથી પગાર મળ્યો નથી

688

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિવિધ વિભાગોમાં ત્રણથી ચાર ખાનગી કંપની કામ કરે છે. સ્થાનિકોને નોકરીમાં પ્રાધાન્ય આપ્યું હોય એ માટે આ તમામ એજન્સીઓમાં ૨૦૦થી વધુ યુવક યુવતીઓ નોકરી કરે છે. આ સ્થાનિક આદિવાસી કર્મચારીઓનો છેલ્લા અઢીથી ૩ મહિનાથી પગાર થતો નથી. ત્રણ મહિનાથી પગારના વલખા મારતા કર્મચારીઓએ આજે સવારે પગાર મુદ્દે અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. ખાનગી એજન્સીઓ જે કામગીરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રેજેક્ટમાં કરે છે, જેમાં બહારના અને સ્થાનિક આદિવસી તમામ કર્મચારીઓમાં વ્હલા દવલાની નીતિ અપનાવી ભેદભાવ રાખે છે. બહારથી આવતા કર્મચારીઓને પૂરો પગાર આપે છે જ્યારે સ્થાનિકોને ઓછો પગાર આપે છે અને જેમાંથી પણ જેટલા પર સહીઓ કરાવે છે તેના કરતા અડધો પગાર આપે છે. અને સમયસર પગાર પણ આપવામાં આવતો નથી.

Previous article૧૦ ટકા અનામતનો વિરોધ શરુ, દલિત- ઓબીસી સંગઠનોની આંદોલનની ચીમકી
Next articleસેકટર – ર૭ માં તુટેલી ગટરો રિપેર નહી થતાં લોકોમાં આક્રોશ