દહેગામમાંથી પ્લાસ્ટિકનો ૪૦૦ કિલો જથ્થો ઝડપી

541

ગાંધીનગર જિલ્લામાં ૫૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના વપરાશ, સંગ્રહ, વેચાણ અને ઉત્પાદ્દન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ તેનો અમલ કરવામાં આવતો નહીં હોવાની સતત ફરિયાદો મળતી રહે છે. ત્યારે માથે આવી રહેલા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ને પગલે સરકારી તંત્ર પણ હરકતમાં આવ્યા છે. પર્યાવરણના દુશ્મન એવા પાતળા પ્લાસ્ટિક પકડવા માટે દહેગામની મુખ્ય બજારોમાં નગરપાલિકાની ટીમે યોજેલી તપાસ દરમિયાન ૪૦૦ કિલો પ્લાસ્ટિક મળી આવતા જપ્ત કરીને વેપારીઓ પાસેથી દંડ પેટે રૂપિયા ૧૯, ૫૦૦ની વસૂલાત કરવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯ અને પર્યાવરણની જાળવણી માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ૫૦ માઇક્રોનથી ઓછી જાડાઇના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે દહેગામમાં શાકમાર્કેટ, ગોમતી કોમ્પલેક્ષ, એમજી અમીન કોમ્પલેક્ષ, સરદાર શોપિંગ સેન્ટર જેવા વાણિજ્ય વિસ્તારોમાંથી ૪૦૦ કિલો પાતળુ પ્લાસ્ટિક ઝડપી લઇ રૂા.૧૯,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા અભિયાન તેમજ પર્યાવરણ જાળવણી અંતર્ગત દહેગામના બજારોમાંથી ૫૦ માઇક્રોનથી ઓછા પ્રતિબંધીત પ્લાસ્ટીક ઝડપી લેવા દહેગામ પાલિકાના ચીફ ઓફિસર સતીષ પટેલ સહિતની ટીમ કાર્યવાહી કરાતા પ્રતિબંધીત પ્લાસ્ટીક રાખનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.

Previous articleઓનલાઇન દવાનું વેચાણ રોકવા કલોલ કેમીસ્ટોએ આવેદન આપ્યુ
Next articleકલોલ સિંધી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું