ભારતના ચૂંટણીપંચની સૂચના મુજન ગાંધીનગર જિલ્લામાં ૧૩-૧૪ ડિસેમ્બર, ર૦૧૭ ના રોજ મિડિયા સર્ટિફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટીની મંજૂરી વગર અખબારોમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો જાહેરાત છપાવી શકશે નહીં. અખબારોએ આ બંન્ને દિવસો માટે આવી જાહેરખબર છાપવા માટે મિડીયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટીનું સર્ટિફિકેટ ચેક કરીને જ જાહેરાત છાપી શકાશે એવું ચૂંટણીપંચ વતી અધિક નિવાસી કલેકટર એચ. એમ. જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.
ગાંધીનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૭ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં ૪,૧૪,૯૧૮ કુટુંબોને વોટરગાઈડ અને ૧૧,૭પ,પ૯૪ મતદારોને વોટર સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સતીષ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ૧૩૪ર મતદાન મથકો ખાતે ૩૮૪૬ પોલીગ સ્ટાફ તથા ૧૩૪ર મહહિલા પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. કુલ ૧૬૧૩ બેલેટ યુનિટ, ૧પ૪૭ કંટ્રોલ યુનિટ અને ૧૮૧પ વીવીપેટ મશીનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણીલક્ષી કામગીરી માટે ૧૦પ જેટલા નાના-મોટા વાહનો સંપાદિત કરવામાં આવ્યા છે. જયારે મતદાન સ્ટાફ અને મતદાન સામગ્રી માટે જિલ્લામાં ૧૬૪ જેટલી બસોની જરૂરિયાત રહેશે. પાંચ વિધાનસભા બેઠક માટે ચૂંટણી સ્ટાફને મતદાન મથકોએ પહોંચાડવા માટે ૩૪-દહેગામ માટે રપ, ૩પ-ગાંધીનગર (દ) માટે ૩૯, ૩૬-ગાંધીનગર (ઉ) માટે ૩૧, ૩૭-માણસા માટે ર૯ તથા ૩૮ – કલોલ માટે ૩૦ મળી કુલલ ૧પ૪ રૂટ બનાવવામાં આવ્યા છે. પાંચ વિધાનસભા મદતાન વિભાગોમાં સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી સ્ટાફ માટે ચા-નાસ્તો, પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. સિંગલ વિન્ડો સિસ્ટમ અંતર્ગત ૯ ઓનલાઈન અને ર૧૪ ઓફલાઈન મળી કુલ રર૩ અરજીઓ પૈકી ર૧૯ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે.
જિલ્લામાં મતદાનના દિવસે ૮૭ મતદાન મથકો ઉપર તથા પાંચ કાઉન્ટિંગ હોલ ખાતે વેબકાસ્ટીંગ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ વિવિધ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ દ્વારા ૩૪૭ર લોકોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરેલ છે. જે ૮૦ ટકા જેટલું થયેલ છે. તા. ૧૮ ડિસેમ્બરે સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ૧૪+૧ ટેબલની સંખ્યા દ્વારા કુલ – પ હોલમાં મતગણતરી હાથ ધરાશે.
નાયબ નિયામક નશાબંધી અને આબકારી, ગાંધીનગરના આદેશો મુજત ૭ મી ડિસેમ્બર, ર૦૧૭ સાંજના પ.૦૦ કલાકથી ૧૪ મી ડિસેમ્બર, ર૦૧૭ ના રોજ આખો દિવ્સ અને તા. ૧૮ મી ડીસેમ્બર, ર૦૧૭ ના રોજ મતગણતરીના દિવસે આખો દિવસ લીકરશોપ પરથી વિદેશી દારૂનું વેચાણ બંધ રાખવા જણાવેલ છે.
આચારસંહિતા ભંગની કુલ-૩ ફરિયાદો મળેલ છે. પોલીંગસ્ટાફને સેકન્ડ રેન્ડમાઈઝેશન બાદ તા. ૭ મી ડીસેમ્બર, ર૦૧૭ થી બીજી તાલમનું આયોજન કરેલ છે.
ગાંધીનગર જિલ્લામાં એફએસટી દ્વારા ર૩૭૪પ વાહનો તથા એસએસટી ટીમ દ્વારા ૧૪,ર૪૩ વાહનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ૧,ર૮,૧૪૦ બોટલ વિદેશી દારૂ કિંમત રૂા. ૩,૩૬,૪૧,૮ર૮ તથા ૪૧૩ર લિટર દેશી દારૂ કિંમત રૂા. ૮ર,૬૪૦ પકડવામાં આવ્યો છે. જિલ્લામાં ર૬ જગ્યાએ ચેકપોસ્ટ ઉભા કરવામાં આવ્યા છે. કુલ-૭૮૯ હથિયારો જમા કરવામાં આવ્યા છે. જયારે ૩૭૦૬ અટકાયતીના પગલાં તથા ૧૮૩૭ વ્યક્તિઓ સામે બિનજામીનપાત્ર વોરંટની કાર્યવાહી કરવામાં આવી છે.
Home Uncategorized ચૂંટણીપંચની મંજૂરી વગર છેલ્લા બે દિવસોમાં રાજકીય પક્ષો અખબારોમાં જાહેરાત આપી શકશે...