હાલમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, પરંતુ આવતાં મહિને ટીમ ઇન્ડિયા યજમાન બનશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી વિરાટ સેનાએ હાલમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એતિહાસિક ટેસ્ટ સીરિઝ જીતી છે. પરંતુ વર્લ્ડ કપ પહેલાં ટીમને એકવાર ફરી ઓસ્ટ્રેલિયાનો સામનો કરવો પડશે. જેનો કાર્યક્રમ બીસીસીઆઇએ જાહેર કર્યો છે. ૨૪ ફેબ્રુઆરીથી ૧૩ માર્ચ સુધી ઓસ્ટ્રેલિયા ભારત સાથે બે ટી૨૦ મેચ અને ૫ વનડે મેચોની સીરિઝ રમશે. પહેલી ટી૨૦ મેચ બેંગલુરુમાં ૨૪મી ફેબ્રુઆરીએ રમાશે, જ્યારે બીજી વિશાખાપટ્ટનમમાં ૨૭મીએ યોજાશે. ૨ માર્ચથી વન ડે સીરિઝ શરૂ થશે. બન્ને ટી૨૦ મેચ ભારતીય સમયાનુસાર સાંજે ૭ વાગ્યે અને વન ડે સીરિઝની મેચો બપોરે ૧ વાગ્યે શરૂ થશે.