કેટલાક લોકો ટીમને નીચી દેખાડવાની કોશિશ કરી રહ્યા છેઃ રવિ  શાસ્ત્રી

786

ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ આગામાં ૧૨ જાન્યુઆરીથી રમાવા જઇ રહેલી ભારત-ઑસ્ટ્રેલિયા વન-ડે મેચની તૈયારીમાં લાગી ગઇ છે. જ્યારે વન-ડે મેચની તૈયારીને લઇને ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે થયેલી ખાસ વાતચીતમાં તેમણે ટીમની તૈયારીને લઇને માહિતી આપી હતી. આ વાતચીતમાં શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ક્રિકેટનું આ એકદમ શુદ્ધ રૂપ છે, ૭૧ વર્ષ પછી કોઇ એશિયાઇ ટીમ દ્વારા આ રેકૉર્ડ તોડવામાં આવ્યો છે એટલા માટે જ તો વિશ્વભરમાંથી ભારતને તેના શાનદાર પ્રદર્શન માટે પ્રશંસા મળી રહી છે. તેમજ જે લોકોએ ઑસ્ટ્રેલિયાની ધરતી પર મેચ રમી છે તે લોકો જાણે છે કે અહીં જીતવું કેટલું મહત્વનું છે. ખરેખર ૧૯૮૩ અને ૧૯૮૫ની જીત સૌથી ઉપર છે, પરંતુ હું મારા શબ્દો પર અડગ છુ. આ એક અલગ જ આનંદ છે. આ એક યુવા ટીમ છે અને આ તેમની ક્ષણ છે, તેમણે જે ઇતિહાસ રચ્યો છે તેમને તેનો અહેસાસ હોવો જોઇએ. ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે હાલ ટીમની બહારથી ટીમને લઇને નકારાત્મક વાતો થઇ રહી છે. જેને લઇને શાસ્ત્રએ જણાવ્યું હતું કે કેટલાક લોકો છે જે માત્ર ટીમની આલોચના જ કરવા માગે છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી તમને પણ કંઇક નવો મસાલો મળતો જ રહે છે, પરંતુ તેનું કઇ મહત્વ નથી. હું ફરી એ વાત કરીશ જે વાત મે સિડની મેચ બાદ યોજેલી પત્રકાર પરિષદમાં કરી હતી કે હું પહેલા જ્યારે ભારતીય ટીમનો ભાગ બન્યો ત્યારે ટેસ્ટ રેંકિંગમાં ટીમ પાંચ નંબરની આસપાસ હતી અને હાલમાં એવી પરિસ્થિતિ છે કે છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ નંબર પર છે, આગળ પણ રહેશે જ. બાકી જે લોકોને ટીમ વિશે નકારાત્મક વાતો કરવી હોય તે કરે, પરંતુ પછીથી એ લોકોને પણ ખબર પડી જશે કે એમ કરવામાં કઇ ફાયદો નથી. પંતને ઓસ્ટ્રેલિયા સામેની વનડે ટીમમાંથી બહાર કરવા પાછળ ટીમ મેનેજમેન્ટ અને કૉચ પર સવાલ ઉઠ્યા છે. શાસ્ત્રીએ મોટો ખુલાસો કરતાં કહ્યું કે, અમે પંતને મેચ ફિનિશનર બનવા માટે બહાર કર્યો છે. કૉચ શાસ્ત્રીએ કહ્યું કે, અમે પંતને મેચ ફિનિશ કરવાની કલા શીખવાનું ખાસ કામ સોંપ્યુ છે, જે વિશ્વકપ દરમિયાન ભારત માટે ખુબ મહત્વનું છે. શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, અમે તેને એટલા માટે પાછો મોકલ્યો છે કેમકે તે સતત ક્રિકેટ રમી રહ્યો છે.

Previous articleધોનીનો બેટિંગ ઑર્ડર એકદમ પરફેક્ટ : રોહિત
Next articleઉત્તર ભારત ઠંડુગાર : ટ્રેન તેમજ વિમાની સેવા ઠપ, લોકો અટવાયા