નાની બાળકી પર બળાત્કાર કરનાર મધ્યપ્રદેશનાં  આરોપીને ઝડપી પાડતી વલ્લભીપુર પોલીસ

772

વલ્લભીપુર તાલુકાનાં મેલાણા ગામની સીમમાં મજુરી કરતી  બાળકી સાથે બળજબરીથી બળાત્કાર થયેલ હોય અને આ બાળકીને મુત બાળકનો જન્મ અલીરાજપુર (એમ.પી) થયેલ જે બનાવ અંગે ફરીયાદ જોબટ પોલીસ સ્ટેશન, મધ્યપ્રદેશથી  આવતા વલ્લભીપુર પો.સ્ટે.માં ગુન્હો તાઃ ૧૬/૧૨/૧૮ નાં રોજ  રજીસ્ટર થયેલ અને આ કામેનો આરોપી તથા ભોગબનનાર મેલાણા ગામ તા. વલ્લભીપુર મુકામે  મજુરી કરતા હોય બળાત્કાર કરી તેને જોબટ (એમ.પી) મુકી ત્યાંથી  ભાગી ગયેલ હતો આ આરોપી ગંભીર બનાવ કરી નાસ્તો ફરતો હોય  પો.અધિ. પી.એલ માલ તથા ના.પોઅધિ. પાલિતાણાનાંઓએ વલ્લભીપુર પો.સ્ટે.માં  આ બળાત્કારના આરોપીને તાત્કાલીક ઝડપી પાડવાની સુચના આપેલ હોય અને ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ મ્હે.આઇ.જી.પી. સા. ભાવનગર રેન્જ, ભાવનગરએ મધ્યપ્રદેશ તાત્કાલીક જવાની પરમીશન આપતા જે અન્વયે પીએસઆઈ ટી.એસ.રીઝવી તથા એ.એસ.આઇ. કાનજીભાઇ મકવાણા તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ તથા  સ્ટાફના અમીતકુમાર મકવાણા, ભુપેન્દ્રસિંહ મોરીએ રીતેનાં સ્ટાફ મધ્યપ્રદેશ અલીરાજપુર તથા જોબટ તપાસ માં ગયેલ જયાં આરોપી પડધરી જી. રાજકોટ મુકામે હોવાની માહીતિ મળતા તુરત જ  હેઙકોન્સ. હરદેવસિંહ ગોહીલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહીલ તુરત જ પડધરી મુકામે ગયેલ જયાં  આરોપી ધુલસિંહ ઉફે ધુલીયા નરસિંહ ભીલ ઉ.વ. ૨૦  રહે. મુળ- બલૈડી તા. જોબટ જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળો  મળી આવતા આરોપી ને ધોરણસર અટક કરવામાં આવેલ છે.

Previous articleનાના વેપારીને રાહત : જીએસટી માટે મુક્તિ મર્યાદા ૪૦ લાખ થઈ
Next articleઅમરેલી જીલ્લામાં સૌથી મોટી મૂછ ધરાવતી આગેવાની અનોખી સેવા