રાજુલા તાલુકામાં વિવિધ ગામોમાં એક એક અનોખી સેવા આગેવાન કરી રહ્યા છે જે ઉડીને આંખે વળગે છે. લોકો તેને જીવતી જાગતી કોર્ટ તરીકે ઓળખે છે.
અમરેલી જીલ્લામાં સૌથી મોટી મૂછ ધરાવતા આગેવાન અરજનભાઈ લાખણોત્રા જે સરપંચ તરીકેની છાપ ધરાવે છે. આહીર સમાજમાંથી આવતા આગેવાનની એક અનોખી સેવા છે જે નિસ્વાર્થભાવે કરી રહ્યા છે.
રાજુલા પંથકમાં કયાંય કોઈ મરણ હોય તો ત્યાં પહોંચી જ જાય અને કયાંય કૌટુંબિક ઝગડાઓ હોય જે ઉકેલાતા ન હોય પોલીસ ફરિયાદો થઈ હોય તેના ઉકેલ ન આવતા હોય ત્યાં અરજણ સરપંચ પહોંચી જ જાય અને બે જુથ વચ્ચે સમાધાન કરાવી નાખે છે મોં મીઠા પણ કરાવી નાખે અડધી સદી પુરી કરનાર અરજણભાઈ લાખણોત્રા પોતાની આગવી કોઠાસુઝથી દરેક પ્રશ્નો ઉકેલી બે પરિવારોને જોડવાનું ભગીરથ કાર્ય કરી અન્ય સમાજને નવી રાહ ચીંધી છે.