સિહોરમાં વગર મંજુરીએ બની રહેલ મોબાઈલ ટાવર

1122

એટીસી ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. દ્વારા સીહોરના ભાવનગર રાજકોટ રોડ પર આવેલ ભગવતી નગરના રહેણાંકી વિસ્તારના પ્લોટ નં. ૪૯બી પર ટાવર ઉભો કરેલ છે. જે ૩-૧ર-૧૮ના રોજ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આ બાંધકામ બંધ કરવા નોટીસ પાઠવી છે. છતા આ કંપની દ્વારા નગરપાલિકાના ચીફ ઓફીસરની નોટીસની ઐસીકી તૈસી કરી ટાવર ઉભા કરી દીધો છે. ત્યારે રહિશો દ્વારા આ ટાવર ન બને માટે ઉગ્ર રજુઆતો કરવામાં આવી છે. ત્યારે રહિશો દ્વારા આ ટાવરના જોખમી રેડીયન્સ અબાલ, વૃધધ, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓના સ્વાસ્થય પર જોખમી સાબિત  થાય છે. આ ટાવર અંદાજે ૬૦૧ મીલી વોટસ સ્કવેર મિટર પર ઈલેકટ્રોમેઝોટીક રેડીએશન ફેલાવતા હોય છે હાલના હરીફાઈ યુગમાં આ રેડીયશન વધારો કરી લોકોના મોબાઈલમાં ફીકવન્સી પહોચાડવા ગળા કાપ હરીફાઈ થઈ રહી છે. પરંતુ  આ હરીફાઈ માનવ ભોગે લેવાય તે જોખમી છે.

આ કંપની દ્વારા ર૮-૮-ર૦૧૮ના રોજ હારીશભાઈ સતારભાઈ સોલંકીની માલિકીના પ્લોટ નં. ૪૯-બીમાં એટીસી ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ. દ્વારા અરજી કરેલ જે અનુસંઘાને સીડીપા દ્વારા ૯-૯-૧૯ના રોજ ૭૦ર-૧૮ના જાવક નંબરથી જણાવેલ કે પ્રારંભિક ઈન્સ્ટોલેશન ચાર્જની રકમ ૧પ૦૦૦/- નિયમ સર ફી જમા કરવા જણાવી મંજુરી મળ્યા બાદ બાંધકામ કરવા આદેશ કરેલ પરંતુ લોકમુખે ચર્ચા છે કે આ પ્લોટધારકના ભાઈ સિહોર પાલિકામાં કોર્પોરેટર હોય આ બાબતે વગર મંજુરીથી આ ટાવરનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ટાવર પણ ઉભો કરી સોસાયટીના રહિશોને ધમકી આપેલ છે કે આપ સૌને દીલ્હી સુધી જવુ હોય તો જાવ અને કાંઈ ફેર નહી પડે આ ટાવર અહિ જ બનશે કોઈ રોકી શકશે નહીં બાદ સોસાયટીના રહિશો દ્વારા નગરપાલિકાને આ કામ રોકવા બાબતે અરજી સાથે જાણ કરી હોવા છતા આ કામ આજ સુધી બંધ નથી રહ્યું અરજી અનુસંધાને પાલિકા દ્વારા ઉપરોકત કંપનીને તથા પ્લોટ નધારકને આ ટાવરનું કામ બંધ કરવા તા. ૩-૧ર-૧૮ના રોજ નોટીસ પાઠવી હતી. છતાં નોટીસની અવગણના કરી કાયદો હાથમાં લઈ પોતાની મનમાની કરી રહેણાંકી વિસ્તારમાં ટાવર ઉભો કરવાનું કાર્ય કરી રહ્યા છે. છતા તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલા નહીં લેવાતા પ્રચંડ આક્રોશ સાથે ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ હવે આ બાબતે કોઈ સહારો ન મળતા નાછુટકે અમો દ્વારા સિહોરની સિવિલ કોર્ટમાં દાદ કરી તાત્કાલિક અસરથી આ કંપનીનું કામ રોકી દેવા સ્ટે માગી ફરી કોઈ પણ કંપની રહેણાંકી વિસ્તારમાં જોખમી ટાવર ઉભા ન કરે તથા જવાબદારો પર પગલા ભરવા માંગ સાથે સરકારના અધિકારીઓ તથા પદાધિકારીઓ સહિત કુલ ૧૩ જણા વિરૂધ્ધ દાવો દાખલ કરેલ છે. આ બાબતે સિહોર પીજીવીસીએલને પણ જાણ કરેલ છે. ત્યારે નગરપાલિકા દ્વારા પણ બેધારી નીતીથી આ એનઓસી આપ્યાનું ખુલવા પામેલ છે.

કોર્ટ નક્કી કરશે મંજુરી આપવી કે નહીં : ચીફ.ઓ.

આ બાબતે ચીફ ઓફીસર બરાળ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવેલ કે હું બહાર છું ફાઈલમાં ડોકયુમેન્ટ જોવા પડશે. ખરેખર તે લોકો કોર્ટમાં દાદ માંગી છે. હાલ  કોર્ટ મેટર છે કોર્ટ નક્કી કરશે કે મંજુર આપવી કે નહીં.

Previous articleબંધના એલાનના પગલે દાઠાના ગામો બંધ
Next articleસિહોરના કયુટ બોય આરવના જન્મદિનની અનોખી ઉજવણી