કુંભારવાડા ખાતે ટેમ્પલ બેલ ડાક ડમરૂ વગાડે છે

859

હાલ ટેમ્પલ બેલ ચાલે છે તેમાં સ્વચ્છ અભિયાનનાં ગીત વગાડવામં આવે છે કે, ઘરે-ઘરે કચરો લેવા આવે ત્યારે વગાડવામાં આવે પરંતુ હકીકતમાં એવું નથી. આ ટેમ્પલ બેલ વાહન હીન્દી ફિલ્મોના ગીત અને ડાક ડમરૂ વગાડે છે તો આની ઉપર કડક પગલા ભરવા જોઈએ અને તે કોન્ટ્રાકટરને નોટીસ આપવી જોઈએ અને સ્વચ્છતા અભિયાનનાં નામે કુંભારવાડા વોર્ડ નં-૮ના દરેક રસ્તા ઉપર કચરાનાં ઢગલા જોવા મળે છે અને હાલમાં પણ છે કોઈને ખોટુ લાગતું હોય તો મારી સાથે આવે અને હું કચરાનાં ઉકરડા બતાવુ જે સાફઈ કર્મચારી એરીયામાં સફાઈ કરવા આવે છે તો માતર નામના જ આવે છે એક એક કલાકનો બેસી રહે છે અને જે સાયઈ ઈન્સપેકટર હોય તે પણ કોઈ કહેતા નથી કુંભારવાડા વોર્ડમાં શીતળામાંની દેરી પાસે, દેવીપુજકવાસ પાસે, પીપરવાળો ખાંચો, રામદેવનગરના રોડ ઉપર અક્ષરપાર્કની સ્કુલ સામે, હાદાનગર ગોંદરીવાળી સકુલ પાસે, હાદાનગરના ઉભા રસ્તે વિગેરે સ્થળોએ દર મહિને લાખો રૂપિયા સ્વચ્છતા પાછળ ખર્ચાય છે છતા સાફઈના નામે આની માટે કોઈ નકકર પગલા ભરવા જોઈએ તો આ અંગે સત્વરે ઘટીત કાર્યવાહી કરવા કમિશ્નર, સીટી એન્જીનીયર તથા કા.પા.ઈ. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટને ઘટીત કાર્યવાહી કરવા જણાવેલ તેમ કોર્પોરેટર ઘનશ્યામભાઈ ચુડાસમા જણાવે છે.

Previous articleઢસાના ૨૩ ગામના સરપંચોની હાજરીમાં યોજાયો લોક દરબાર
Next articleઘોઘાના નવાગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર