રાજકોટમાં ૪પ માસમાં ૭પ૦ પથારીવાળી એઈમ્સ તૈયાર કરાશે

774

એઇમ્સને સત્તાવાર મંજૂરી મળી ગઇ છે. ૪૫ માસમાં ૭૫૦ પથારી વાળી એઇમ્સ રાજકોટમાં તૈયાર કરવામાં આવશે. કેન્દ્રિય કેબિનેટે રાજકોટ એઇમ્સને મંજૂરી આપવામાં આવી છે. મેડિકલ કોલેજનું પણ નિર્માણ કરવામાં આવશે. ૧ હજાર ૧૯૫ કરોડના ખર્ચે એઇમ્સ તૈયાર કરવામાં આવશે.

આ અગાઉ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, રાજકોટને છૈૈંંસ્જી મળશે અને ખંઢેરી ગામ પાસે ૨૦૦ એકર જમીન પર બનશે. આ છૈૈંંસ્જી થી સૌરાષ્ટ્રને ફાયદો થશે. સૌરાષ્ટ્રના દર્દીઓને આધુનિક સુવિધા મળશે. કેન્દ્ર સરકારે રાજકોટમાં છૈૈંંસ્જીને મંજૂરી આપી છે.

આ એઇમ્સ માટે રાજકોટ કલેક્ટર જમીન ફાળવશે. જમીન મળ્યા બાદ કામગીરી શરૂ થશે. ટેન્ડરીંગની પ્રક્રિયા કરવામાં આવશે. ૭૫૦ બેડની સુવિધાવાળી હોસ્પિટલ હશે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે સ્મ્મ્જી સાથે પીજીનો અભ્યાસ થઇ શકશે. છૈૈંંસ્જી માટે તજજ્ઞોની કમિટી બનાવાઇ હતી.

નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે. ૨૦ સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે આ સિવાય અનેક લાભો મળશે. જેમકે, ૭૫૦ બેડ, દરરોજ ૧૫૦૦ દર્દીઓની ઓપીડી, ૧૦૦ એમબીબીએસ અને ૬૦ બી.એસ.સી.ની સીટ ધરાવતી મેડિકલ કોલેજ પણ મળશે.

Previous articleઉત્તરાયણના ઉત્સવની મોજ કરાવતી સામગ્રીથી બજાર છલકાયું
Next articleપી.એમ. નરેન્દ્ર મોદી ગ્લોબલ વેલ્થ ફંડ સાથે ૧૮મી જાન્યુઆરીએ રાઉન્ડ ટેબલ બેઠક કરશે : ડૉ.જે.એન સિંહ