જિલ્લાના દરેક બુથ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

705
bvn8122017-6.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ચૂંટણી બુથ તથા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તા.૯ના રોજ યોજાનાર મતદાનમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે ધ્યાનમાં રાખી ચૂંટણી અધિકારી અને પોલીસ તંત્ર દ્વારા મતદાનના કુલ ર૦ર૧ બુથો પર બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ૯ ડીવાયએસપી, ૧પ પીઆઈ, ર૮ પીએસઆઈ, ર૩૧૪ પોલીસ જવાન, ર૪૯૯ હોમગાર્ડ અને ૬૭૭ પેરામીલેટ્રી ફોર્સની નિમણુંક કરાઈ છે તેમજ પ૭૩ સંવેદનશીલ બુથો અને અલંગના મથાવડા ગામ, મહુવાના કતપર ગામને વર્લનરબર જાહેર કરાયા છે. જ્યાં તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભાવનગર શહેર-જિલ્લામાં તંત્ર દ્વારા ચૂંટણી જાહેર થતા જ વાહન ચેકીંગ સહિતની કામગીરી શરૂ કરી દેવાય હતી તેમજ શહેર-જિલ્લામાં ર૩ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં ર૪ કલાક તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવશે.

Previous articleડો.ભારતીબેન દવેનું વ્યાખ્યાન યોજાયું
Next articleપ્રચાર પૂર્ણ, બોર્ડ-બેનરો હટાવાયા