મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આ વખતે નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૯ અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ કેન્દ્ર બનવા ગુજરાતે જે દોટ મુકી છે. તેનો રોડ મેપ ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨’ અંતર્ગત સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ થશે.
આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ મુખ્યમંત્રીએ જે સપનું સેવ્યું છે. એવા ગુજરાતના ભવિષ્યના ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય વિકાસને પ્રદર્શિત કરીને આ સમિટમાં ગુજરાતની ભાવિ ઔદ્યોગિક શ્રેષ્ઠતાને વિશ્વ સમક્ષ મૂકવાનો છે.
ગુજરાતમાં રાજકીય સ્થિરતા, શિક્ષણની સુવિધા, તબીબી સુવિધાઓ, રોજગારી તકો અને મજબૂત કનેક્ટિવિટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે જેના પરિણામે ગુજરાત શાંતિપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય સ્થળ છે તે દર્શાવવાનો પણ ઉદ્દેશ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઈવેન્ટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતની ૨૦૨૨ અને તેથી આગળની ભાવિ વિકાસયાત્રાનું આગવું વિઝન રજૂ કરશે.