મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમની પુત્રવધુ એશ્વર્યા રાય બચ્ચન આગામી ફિલ્મમાં એક સાથે નજરે પડનાર છે. મણિરત્નમ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. ફિલ્મમાં લીડ રોલમાં સાઉથ સુપરસ્ટારવિક્રમ પણ કામ કરનાર છે. અમિતાભ બચ્ચન અને એશ પહેલા પણ કેટલીક ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે. જેમાં બન્ટી ઓર બબલી, સરકાર રાજ અને મોહબ્બતે ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર વિક્રમને પણ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિક્રમ એશની સામે નજરે પડનાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે એશે મણિરત્નમને ફિલ્મ કરવા માટે મંજુરી આપી દીધી છે. સાથે સાથે બિગ બિ પણ પટકથા સાંભળી લીધા બાદ ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ ગયા છે. જો કે અમિતાભને કાસ્ટ કરવાને લઇને હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. છેલ્લા કેટલાક સમયથી મણિરત્નમ ફિલ્મને લઇને વાતચીત કરી રહ્યા હતા. આ ફિલ્મમાં એશ ઉપરાંત વિજય સેતુપતિ અને અન્ય કલાકારો પણ કામ કરવા જઇ રહ્યા છે. ફિલ્મ માટે નિર્માતા પહેલા મહેશ બાબુને સાઇન કરવા માટે ઇચ્છુક હતા. તેઓ ઇચ્છતા હતા.