હાલના સમયમાં ક્રિકેટની દુનિયામાં ખેલાડીઓનું કરિયર ઘણું લાંબુ થઇ ગયું છે. પહેલા ખેલાડીઓ માત્ર પોતાના જ દેશ માટે રમી શકતા હતા. જ્યારે અત્યારે ખેલાડીઓ પાસે રમવા માટે ઘણાબધા વિકલ્પ છે. જેવા કે બિગ બૈશ લીગ, આઇપીએલ, પાકિસ્તાન સુપર લીગ, બાંગ્લાદેશ પ્રીમિઅર લીગ અને અફ્ગાનિસ્તાન પ્રીમિઅર લીગમાં પણ ખેલાડીઓ રમી શકે છે. હાલમાં જ શુક્રવારે સિડનીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિરાટને પણ કઇંક આવો જ સવાલ કરવામાં આવ્યો હતો કે જો બીસીસીઆઈ દ્વારા પોતાના ખેલડીઓ પર બધી જ પ્રકારની મેચ રમાવે લઇને લવાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવે તો શું તમે ઑસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ રમશો ? જેના જવાબમાં કોહલી એ જણાવ્યું હતું કે તેઓ આવી કોઇપણ પ્રકારની લીગમાં રમવા માટેના મૂડમાં નથી અને એટલા માટે જ કોહલીએ પત્રકાર પરિષદમાં આ વિશે એકદમ સાફ ના પાડી દીધી હતી. જ્યારે ક્રિકેટમાંથી તેમના સંન્યાસને લઇને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કોહલીએ એકદમ શાનદાર જવાબ આપ્યો હતો. ક્રિકેટને અલવિદા કહીં દીધા પછી હું ક્યારેય બેટને હાથ નહીં લગાડું,