દામનગર- લાઠીમાં શાળા આરોગ્ય તપાસ અંતર્ગત સંદર્ભ સેવા કેમ્પ

711

અમરેલી જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એચ. એફ. પટેલ, ડૉ. જે. એચ. પટેલ, ડૉ. આર. કે. જાટની સૂચનાથી તથા લાઠી તાલુકા આરોગ્ય અધિકારી  ડૉ. આર. આર. મકવાણાના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર દામનગર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર લાઠી ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં બાળ રોગ નિષ્ણાંત તબીબ યાદવ, દાંત રોગ નિષ્ણાંત ડૉ. મનાલી પરમાર, આંખ રોગ નિષ્ણાંત આસિસ્ટન્ટ ચંદ્રેશભાઇ બલદાનિયા દ્વારા લાઠી તાલુકાની વિવિધ શાળા તેમજ આંગણવાડીના ૧૬૦ થી વધારે બાળકોની તબીબી તપાસ કરવામા આવી, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમા તેમજ શાળા આરોગ્ય તપાસણી સંદર્ભ સેવા કેમ્પમા આંખના નંબરની ચકાસણી કરી દ્રષ્ટિ ખામી, ચશ્માંની જરૂરિયાત વાળા તમામ બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવશે. તેમજ વધુ સારવારની જરૂરીયાત વાળા બાળકો ને વિનામૂલ્યે સુપર સ્પેશિયાલિટી સારવાર આપવામાં આવશે, આ કેમ્પના આયોજનને સફળ બનાવવા માટે લાઠી તાલુકા ના આર. બી. એસ. કે. ડૉ. હરીવદન પરમાર, ડૉ. ચાંદનીબેન સોલંકી, ડૉ. હિતેશ પરમાર, ડૉ. હસમુખ સોલંકી, ડૉ. પારુલબેન દંગી, ડૉ. રૂપાબેન પટેલ, એફ. એચ. ડબલ્યુ કોમલબેન ઋતુબેન, રાધિકાબેન તથા ફાર્માસિસ્ટ મેહૂલ બગડા એ ખૂબ જહેમત ઉઠાવી હતી.

Previous articleજાફરાબાદમાં વિવિધ સરકારી કચેરીઓ જર્જરિત હાલતમાં
Next articleલાખિયાણી હાઈસ્કુલના આચાર્ય ગોંડલિયાનો નિવૃત્તિ સમારોહ