શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને નંદકુંવરબા મહિલા કોલેજ ભાવનગરનો ૧૦મો વાર્ષિક દિન રંગોલી રીસોર્ટ ખાતે ઉજવાયો હતો,કોલેજમા અભ્યાસ કરતી વિવિધ ફેકલ્ટીમાં નોંધપાત્ર દેખાવ કરી કોલેજનું નામ રોશન કરનાર દિકરીઓને પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરાઈ હતી.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યુ હતું કે શિક્ષણની સાથે સંસ્કાર આપતી આ સંસ્થા વર્ષ ૨૦૦૯ માં ૮૯ દિકરીઓને ભણાવતી હતી આજે વર્ષ ૨૦૧૯ માં આ સંસ્થામાં ૦૪ હજાર દિકરીઓ અભ્યાસ કરી રહી છે તે દર્શાવે છે કે અહીં ભણતરની સાથે તેનો સર્વાંગી વિકાસ પણ થાય છે. સમાજમાં વ્યક્તિના ઘડતરનું કામ શૈક્ષણિક સંસ્થાનું છે અને તે કામ અહીં સુંદર રીતે થઈ રહ્યુ છે. મોડેસ્ટના મેહુલભાઈ પટેલે જણાવ્યુ કે સંસ્થાની પ્રવ્રુત્તિ ગામડા તથા શહેરની દિકરીઓનો સર્વાંગી વિકાસ કરે છે. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી એ. બી. પ્રજાપતિ, ચેતનભાઈ તંબોલી, દર્શકભાઈ શાહ, જતીનભાઈ શાહ, અનિરૂધસિંહ ગોહિલ, ભુતપૂર્વ મેયર મેહુલભાઈ વાડોદરીયા, ભરતસિંહ ગોહિલ, રવિન્દ્રસિંહ સરવૈયા, કોલેજના પ્રોફેસરો, વિધાર્થીનીઓ, વાલીઓ, આમંત્રિતો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.