આજરોજ તા.૧૧-૧-૨૦૧૯ તળાજા તાલુકાના દિહોર, ભદ્રાવળ ટીમાણા, ઘાટરવાળા, બેલડા, ઠળિયા, કુંઢડા ગામની સરકારી શાળામાં એક સાથે પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો તેમાં બક્ષીપંચ મોરચા ભાવનગર શહેર પ્રમુખ અમુલભાઈ ચૌહાણ (ટીમાણા વાળા)ના વરદ હસ્તે પંતગ વિતરણ કાર્યક્રમ યોજાયો તેમાં ભાવનગર બક્ષીપંચ મોરચાના ઉ.પ્રમુખ ડો.એમ.જી. સરવૈયા મંત્રી હરેશભાઈ તથા હરેશભાઈ બુધેલીયા તેમજ ગામના સરપંચો ગામના આગેવાનો તેમજ શાંતિભાઈ બાંભણીયા તેમજ શિક્ષણ ગણ તેમજ વડીલો સાથે મળી આશરે ૧૦ હજારથી વધારે પતંગ વિતરણ કરવામાં આવ્યાને સ્કુલમાં બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.