પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો અંત

802
guj8122017-3.jpg

હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંત આવ્યો હતો. ૯મી ડિસેમ્બરના દિવસે પ્રથમ તબક્કામાં મતદાન થશે. આને લઇને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આજે પ્રથમ તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. અને છેલ્લી ઘડી સુધી મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા હતા. આજે સાંજે પાંચ વાગે ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજનાર છે. પ્રથમ તબક્કામાં આ બે વિસ્તારોમાં ૮૯ સીટ પર નવમી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. પ્રથમ
 તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાં ચૂંટણી થનાર છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્ધારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અને બોટાદનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ૫૪ સીટો છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા માટે પણ મતદાન થનાર છે. જેમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કુલ ૩૫ સીટો રહેલી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૧૯ જિલ્લાને આવરી લેતી ૮૯ સીટ પર પ્રથમ તબક્કામાં મતદાન યોજનાર છે. આજે પ્રચારના છેલ્લે દિવસે તમામ દિગ્ગજો પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ પ્રચારમાં રહ્યા હતા. કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓએ પણ તમામ તાકાત લગાવી દીધી હતી. આજે સાંજે પ્રચારનો અંત આવ્યા બાદ હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે.રાજય વિધાનસભાની આ પહેલી ચૂંટણી છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર આ ચૂંટણી યોજાઈ રહી છે .  આ પરિસ્થિતિમાં જ્યાં એક તરફ વડાપ્રધાને પોતે તેમના પક્ષ ભાજપને ૧૫૦ થી વધુ બેઠકો પર વિજયી બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રચારકાર્ય માટે ગુજરાતની વિવિધ સ્થળોએ જાહેરસભાઓ કરી હતી.  ત્યાં બીજી તરફ કોંગ્રેસ તરફથી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ ઉમટી પડયા હતા .શનિવારે જે ૮૯ બેઠકો ઉપર મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે એમાં દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૯ જિલ્લાનો સમાવેશ થાય છે.પહેલા તબકકાની ચૂંટણી માટેના જંગમાં કુલ મળીને ૯૭૭ જેટલા ઉમેદવારોનુ ભાવિ મતદારો મતદાન કરી નકકી કરશે. રાજયમાં પ્રથમ તબકકાની ૮૯ બેઠકો માટે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા પ્રચાર કાર્યમાં ઓખી વાવાઝોડાની સંભાવનાને લઈને એક દિવસ ખરાબ હવામાનને કારણે બંને રાજકીય પક્ષોનો ખરાબ થવા પામ્યો હતો.શનિવારે મતદાન પહેલા ગુરુવાર સાંજથી પ્રચારનો અંત આવ્યો હતો. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેન્દ્રીય પ્રધાનો, નેતાઓની સભાઓ, રેલીઓ અને રોડ શો યોજવામાં આવ્યા હતા. ભાજપ તરફથી આ અગાઉ નાણાંમંત્રી અરૂણ જેટલી, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિતના નેતાઓ પ્રચારમાં ઉતર્યા હતા.તો કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી ઉપરાંત જયોતિરાદિત્ય સિંધીયા, પી.ચિદમ્બરમ, ગુલામનબી આઝાદની સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ વિવિધ બેઠકો માટે પોતાના પક્ષ તરફથી પ્રચાર કર્યો હતો.રાજયના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવારી કરવામા આવી રહી છે ત્યારે રાજકોટ બેઠક ઉપર પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાશે.ગુજરાત વિધાનસભા માટે આ વખતે યોજાઈ રહેલી ચૂંટણી દેશ અને વિદેશમાં પણ ભારે ચર્ચાનું કેન્દ્ર બનવા પામી છે.પહેલીવખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર આ ચૂંટણી યોજાઈ રહી છે.આ ઉપરાંત રાજયમાં પાટીદાર ફેકટર સહિત અનેક પરિબળો આ વખતના ચૂંટણીજંગમાં સામે આવવા પામ્યા છે.આ પરિસ્થિતિમાં જયાં ભાજપ વિકાસના મુદ્દા સાથે છેલ્લા ૨૨ વર્ષથી રાજયમાં ચાલી રહેલા પોતાના શાસનની અવધી વધુ પાંચ વર્ષ જળવાઈ રહે એ હેતુ સાથે ૧૫૦ થી પણ વધુ બેઠકો સાથે ચૂંટણી જીતવા મેદાનમાં છે તો સામે પક્ષે કોંગ્રેસ રાજયમાં પોતાનો ૨૨ વર્ષનો રાજકીય સન્યાસ પુરો કરવા મેદાનમા ઉતરશે.પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના છેલ્લા દિવસે તમામે તાકાત લગાવી હતી. 

પ્રથમ તબક્કાનું ચિત્ર…
હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંત આવ્યો હતો. ૯મી ડિસેમ્બરના દિવસે પ્રથમ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું ચિત્ર નીચે મુજબ છે.
પ્રથમ તબક્કામાં સીટો         ૮૯
પ્રથમ તબક્કામાં જિલ્લા         ૧૯
પ્રથમ તબક્કામાં ઉમેદવાર     ૯૭૭
પ્રથમ તબક્કામાં મતદારો     ૨.૧૨ કરોડ
પ્રથમ તબક્કામાં મતદાન        ૯મી ડિસેમ્બર
સૌરાષ્ટ્ર-કચ્છની સીટો        ૫૪
દક્ષિણ ગુજરાતની સીટો        ૩૫

Previous articleભાજપાના રાજમાં ગુજરાત કરફ્યુમુક્ત : અમિત શાહ
Next articleનોટબંધી સંબંધિત દસ્તાવેજો સંસદ સમક્ષ રજુ કરો : ડૉ.મનમોહનસિંહ