શ્રી અરવિંદ સાધના કેન્દ્ર ઓમપુરી ખાતે બીબીએના વિદ્યાર્થીઓનો એકદિવસીય સેમીનાર

785

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બિજનેસ ઍડમીનીસ્ટ્રેશન ના ૧૦૪ વિદ્યાર્થીઓ માતર નજીક આવેલ શ્રીઅરવિંદ સાધના કેન્દ્ર ખાતે એકદિવસીય યોગ-ધ્યાન તેમજ શ્રીઅરવિંદ ના જીવનચરિત્ર બાબતે એકદિવસીય સેમીનાર નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ એ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો

વિદ્યાર્થીઓને ગાંધીનગર કેન્દ્રના પ્રમુખ ડો.ચંદ્રકાંતભાઈ તન્ના સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવા માં આવ્યા હતા. અને આશ્રમની શરૂઆતથી લઇ તેના ભવિષ્યના આયોજનો બાબતે જણાવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને શ્રી માતાજી ના મત અનુસાર સફળ જીવનની વ્યખ્યા બાબતે માર્ગદર્શિત કર્યા હતા. તેમજ ૐ કાર બાબતે સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓને સેલ્ફ ડેવલોપમેન્ટ એટલે કે સ્વવિકાસ માટે સ્વ ને શોધવા પર ભાર મુક્યો હતો. સાથે સાથે ભારતીય સંસ્કૃતિ તેમજ યોગ- ધ્યાન સમગ્ર દુનિયા લાભાન્વિત થઇ રહી છે. ત્યારે આપણે આપના વારસાને ભૂલી રહ્યા છીએ. તેઓએ વધુમાં બીબીએ કોલેજ ફક્ત વિદ્યાર્થીઓ ને વર્ગખંડ માં મેનેજમેન્ટનો અભ્યાસક્રમ નહિ પણ તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કરે છે.તેને શિક્ષણ જગત માટે દીવાદાંડી સમાન ગણાવ્યું હતું. આજના વર્કશોપ માટે ગાંધીનગર થી ડો.ચંદ્રકાંત તન્ના તેમજ  રજનીકાંત શાહ (નિવૃત સંયુક્ત સચિવ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાહ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને સરકારી નોકરી સહીત ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે તલસ્પર્શી માર્ગદશન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રજનીકાંત શાહ સાહેબ સ્પીપા અમદાવાદ ખાતે પણ વિદ્યાર્થીઓને તાલીમ આપવા વ્યાખ્યાન થકી સેવા આપી રહ્યા છે. સમગ્ર વ્યાખ્યાન માં વ્યક્તિત્વ વિકાસ, સરકારી અધિકારી ની કામગીરી, કાયદાકીય જ્ઞાન ની આવશ્યકતા, સંસદીય માર્ગદશન જેવા અનેક ગહન વિષયો ને ખુબ રસપ્રદ રીતે સંકલી લીધા હતા.

ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓને સમગ્ર કાર્યક્રમ માટે માર્ગદર્શિત કર્યા હતા. અને યુથ કાઉન્સિલ ના આગામી કાર્યો બાબતે નવા આયોજનો રજુ કર્યા હતા.તેમજ કાર્યક્રમ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓ ને શિસ્ત ની આવશ્યકતા બાબતે વિશેષ ભાર મુક્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને આગામી સમયમાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે “બ્રેનર્સ્ટોમિંગ” ની જરૂરિયાત બાબતે માર્ગદશન આપ્યું હતું. ડો.આશિષ ભુવા દ્વારા વિદ્યાર્થીઓ ને  સમય પ્રબંધન બાબતે તેમજ કોલેજ ની વિવિધ પ્રવૃતિઓ બાબતે માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓ એ વિવિધ વિષયો પર પોતાના વક્તવ્ય આપ્યા હતા. જેમાં તેઓના શ્રી અરવિંદ, શ્રી માતાજી, ધ્યાન સહીત ના વિષયો પર નું અધ્યયન સૌને પ્રભાવિત કર્યા હતા.

સમગ્ર દિવસ ની તાલીમ શિબિર બાદ વિદ્યાર્થીઓ માં નવી ઉર્જા નો સંચાર થયો હોય. તેવું સ્પષ્ટ જણાતું હતું.

Previous articleરાજપુરામાં કર્મ ફાઉન્ડેશનની મહિલાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન
Next articleકોંગ્રેસ દ્વારા જુની વી. એસ. ચાલુ રાખવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું