ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાયણનું પર્વ મનાવવા માટે અમદાવાદમાં આવી રહ્યા છે તેઓ થલતેજ માં રહે છે મોટા તહેવારો અને પ્રસંગો દરમ્યાન તેઓ અમદાવાદ આવીને પરિવાર સાથે સમય ગાળવાનું પસંદ કરતા હોય છે.
૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ નિમિત્તે અમિત શાહ આવતી કાલે અમદાવાદ આવી જશે. તેઓ જ્યારે પણ ગુજરાત ની મુલાકાતે આવે છે ત્યારે મોટેભાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પક્ષના પ્રમુખ જીતુ વાઘાણી સહિતના અન્ય કેટલાક મંત્રીઓ અને તથા આગેવાનોને મળતા હોય છે તેમજ ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો ચિતાર મેળવી વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરીને માર્ગદર્શન પણ આપતા હોય છે.
ઉતરાયણ પર્વ પર તેઓ પરિવાર સાથે સમય વિતાવો એવું છે એવું જાણવા મળે છે પરંતુ સૂત્રો જણાવે છે કે અમિત શાહ મુખ્યમંત્રી રૂપાણી પ્રદેશ પ્રમુખ જેવા કેટલાક ટોચના નેતાઓ સાથે બંધબારણે ગુપ્ત બેઠક કરશે. એક બાજુ રાજકીય આગેવાનો અને કાર્યકરો ધાબા અને અગાસી ઉપર એકબીજાની પતંગો કાપવામાં અને લૂંટવામાં મજબૂત બનશે તો બીજી બાજુ ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ ધાબા પર ગયા વગર જ રૂમમાં બેઠા બેઠા અને એક રાજકીય નેતાઓના પતંગો કાપી નાખશે.
તેમજ કોંગ્રેસના જે ધારાસભ્યો કે નેતાઓને ભાજપમાં સમાવવાના છે તેના માટે જેટલી જરૂર હશે તે પ્રમાણેની પતંગની ઢીલ છોડશે અમિત શાહ ૧૫મી જાન્યુઆરીએ ના દિલ્હી જવા રવાના થઈ જશે તેમની આ મુલાકાત પણ ખૂબ જ મહત્વની બની રહેશે.ં