સેકટર – ર૪ સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કુલ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરાઈ

709

યુવા ક્રાંતિકારી સન્યાસી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સેકટર – ર૪ સ્થીત સ્વામી વિવેકાનંદ પબ્લીક સ્કુલ દ્વારા દબદબાભેર રમત-ગમત દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પોર્ટસ ડે ની ઉજવણીના ઉદઘાટન સમારંભમાં યુવા દિશા કેન્દ્રના અધ્યક્ષ સંજીવ મહેતા, જાણીતા સામાજિક ડેવલોપર જગત કારાણી, મેરેથોન દોડવીર-પત્રકાર સંજયભાઈ થોરાત તથા બેઠમીન્ટનના ખેલાડી હિરેનભાઈ શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણા પુરુ પાડયું હતું.

આ કાર્યક્રમમાં કુલ ૧૭ જેટલી સ્પર્ધામાં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોથળાદોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચો, કબડ્ડી, વોલીબોલ, ગોળાફેંક, સ્લો સાયકલ, ફાસ્ટ સાયકલ વગેરે રમતોમાં ભારે ભીડ વચ્ચે અને વિજેતા વિદ્યાર્થીઓના હર્ષોલ્લાસ વચ્ચે ઉજવાયો હતો.

Previous articleભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમા
Next articleમહાત્મા મંદિરમાંથી ચરખો અને ગાંધીજી ગાયબ : ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર શોધતા રહ્યા