પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને એક મોટો ઝટકો લાગ્યો છે. એક બાજુ જ્યા શનિવારે રાજ્યમાં પ્રથમ ચરણ માટે વોટિંગ થવાનુ છે તો બીજી બાજુ પાટીદાર આંદોલનના એક મોટા નેતા દિનેશ બંભાનિયાએ રાજીનામુ આપી દીધુ છે.
જોકે દિનેશ બાંભણિયાએ આ રાજીનામું કેમ આપ્યું તે બાબત જાણી શકાઈ નથી. દિનેશ લાંબા સમયથી પાસમાં હાર્દિકની સાથે રહ્યો હતો.થોડા વખત પહેલા પાસની તમામ જાહેરાતો હાર્દિક પટેલ દ્વારા જ કરવામાં આવતી હતી જે પહેલા દિનેશ બાંભણિયા દ્વારા કરાતી હતી. દિનેશ બાંભણિયાનું કહેવું છે કે મેં સમાજ માટે જ કામ કર્યું છે. કોંગ્રેસના નેતાઓ ફોન નથી ઉપડાતા, પાટીદાર સમાજને સતત અન્યાય થઈ રહ્યો છે.
હાલ ચર્ચા ચાલી રહી છે કે બાંભણિયા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે અથવા તો ભાજપ-કોંગ્રેસ સિવાયની અન્ય પાર્ટીમાં બેસી કામ કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ ઝટકો હાર્દિક પટેલ માટે મોટો ઝટકો છે. એવું પણ કહેવાય છે કે હાર્દિક પટેલને એકલો પાડી દેવામાં ભાજપને પ્રારંભીક સફળતા મળી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના એક જ દિવસ પહેલા દિનેશનું રાજીનામું ભાજપ માટે નિર્ણાયક સાબિત થાય તેમ છે. દિનેશ બાંભણિયા એ ખુલાસો કરતાં કહ્યું કે હું કોઈ પક્ષમાં જોડાવાનો નથી, સમાજની લડાઈ હવે રાજકારણમાં ફરી ગઈ છે. અનામતની લડાઈમાં હું હાર્દિક પટેલની સાથે છું.
દિનેશ બાંભણિયાએ એવું પણ કહ્યું કે હાર્દિકની એક સીડી મોર્ફ થઈ શકી હોય પણ બધી નહીં. સીડીને લગતું આ નિવેદન પણ કોંગ્રેસને ઘણું નુકશાન ભોગવવું પડે તેવું છે.