પેરિસમાં બેકરીમાં વિસ્ફોટ થતા ૪ના મોત ૪૭ લોકો ઘવાયા હોવાના અહેવાલ મળ્યા છે. સેન્ટ્રલ પેરિસમાં એક બેકરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને પગલે આજુ- બાજુની બિલ્ડિંગોના કાંચ પણ તૂટી ગયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, વિસ્ફોટ સવારે ૯ વાગ્યે થયો હતો. વિસ્ફોટને પગલે આગ પણ લાગી હતી. જેને કારણે બેકરીની આસપાસ પાર્ક કેરલી ગાડીઓને પણ નુકસાન થયું છે. ફાયરફાઇટર લોકોને બિલ્ડિંગોમાંથી બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિસ્ફોટને કારણે પેરિસમાં સુરક્ષા વધારવામાં આવી છે. આ સિવાય પેરિસમાં યેલો વેસ્ટ પ્રદર્શનકારીઓના દેખાવોને પગલે સુરક્ષા વધારવામાં આવી છે. પ્રચંડ વિસ્ફોટને પગલે બિલ્ડિંગની નજીક રસ્તા પર કાટમાળ વિખરાયેલો પડ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજથી વિસ્ફોટ બાદ આગ લાગી હોવાનું કારણ જણાયું છે.